ગુજરાત

જુનાગઢ ના નામાંકિત ડો. ચિંનતન ભાઈ યાદવે રૂપિયા કરતા પ્રથમ બાળકની સારવારને મહત્વ આપી, ક્ષણભરની રાહ જોયા વગર કિંમતી ઈન્જેક્શન આપ્યું

માનવતાનું ઉતમ ઉદાહરણ માટે જ ડોક્ટર ને ભગવાન કહેવાય છે

રૂપિયા કરતા પ્રથમ બાળકની સારવારને મહત્વ આપી, ક્ષણભરની રાહ જોયા વગર કિંમતી ઈન્જેક્શન આપ્યું.
ગડુ શેરબાગમાં રહેતા રાજેશભાઈ ભુવા પ્રાઈવેટ ડ્રાઈવિંગનો ધંધો કરે છે. તેમણે તેમના પુત્ર કીર્તન (ઉં.વ.14) ને અભ્યાસ માટે જૂનાગઢની જ્ઞાન ભારતી શૈક્ષણિક સંકુલમાં મુક્યો હતો. જ્યાં તેમને તારીખ 17/08/2023ને રાત્રીના 1:30 કલાકે પેરાલિસિસનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે શહેરની નામાંકિત આસ્થા હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો. ફરજ પરના ડો.ચિંતન યાદવ સાહેબ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન કીર્તનને પેરાલિસિસનો હુમલો આવ્યો હોય જણાયું હતું. જેમાં જીભ અને જમણી બાજુનો હાથ-પગ વર્કિંગ કરતા ન હતા. આથી તાત્કાલિક હજારો રૂપિયાનું ટેનેકટેપ્લેઝ નામનું ઈન્જેક્શન આપવું પડે તેમ હતું, પરંતુ કીર્તનને લઈને આવેલા તેમના હોસ્ટેલના શિક્ષક પણ મૂંઝાયા હતા કે તેમના પિતાને જાણ કર્યા વગર કેમ હા પાડવી અને પિતા પણ ડ્રાઈવિંગ કરી ગુજરાત ચલાવતા હોય જેના કારણે તાત્કાલિક હજારો રૂપિયા ભેગા કરવા મુશ્કેલ હતા. પરંતુ આ તમામ બાબતોને નજર અંદાજ કરી માનવીય અભિગમ રાખીને ડો.ચિંતન યાદવએ જ પોતાની રીતે એક પણ ક્ષણ વિચાર કર્યા વગર જ ઈન્જેક્શન લગાવ્યું હતું અને તાત્કાલિક આઈસીયુમાં સારવારમાં લેવામાં આવ્યો હતો. કીર્તને પાંચ દિવસની સારવાર આપી સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
જો ડો.ચિંતન યાદવે માનવતા ન દાખવી હોત તો અને રૂપિયા અંગેની રાહમાં રહ્યા હોત તો આજે કીર્તનું જમણું અંગ ખોટું થઈ ગયું હોત અને આજીવન બોલવાનું બંધ થઈ જાત. ડો.ચિંતન યાદવની માનવતાના કારણે આજે કીર્તન સંપૂર્ણ સ્વસ્થ થતા તેમના પિતા રાજેશભાઈએ આસ્થા હોસ્પિટલના ડોક્ટર ચિંતન યાદવ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોમાં એવી ચર્ચા થતી હોય છે કે ડોક્ટરોમાં માનવતા હોતી નથી અને માત્ર રૂપિયા જ કમાતા હોય અને સારવાર પહેલા રૂપિયા જમા કરવાનું કહેતા હોય અને બાદમાં જ દર્દીનો કેસ હાથમાં લેતા હોય છે. પરંતુ જૂનાગઢના ડો.ચિંતન યાદવમાં હજુ માનવતા જીવિત છે અને તે તમામ ડોક્ટરો માટે ગર્વ કહી શકાય.
ડો.ચિંતન યાદવે જણાવ્યું હતું કે, નાની ઉંમરે પેરાલિસીસનો હુમલો આવવો એ ખૂબ જ જવલ્લે જોવા મળે છે. પરંતુ હાલના સમયમાં આધુનિક લાઈફ સ્ટાઈલ, મેદસ્વિતા તથા ખાનપાનના લીધે હૃદય રોગ તથા પેરાલિસિસ હવે નાની ઉંમરે પણ વધતા જાય છે. તેની યોગ્ય સમયે સારવાર કરવામાં આવે તો તેમને કાયમી ખોટા ખાપણમાંથી બચાવી શકાય છે. જો કોઈપણ દર્દીને પેરાલીસના હૃદય રોગના લક્ષણ દેખાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલ નો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને સારવાર કરી કાયમી ખોડખાપણ અથવા તો મૃત્યુથી બચી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, ડો. ચિંતન યાદવ સાહેબના અગાઉ પણ અનેક વખત માનવતા અભિગમના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે વધુ એક માનવીય અભિગમનો કિસ્સો સામે આવ્યો છે.
News Click 24

Poll not found

Related Articles

Back to top button