ભારત

બ્રિકસ અને જી.20માં હાજર રહેવાનું રશિયાના રાષ્ટ્રપતિએ ટાળ્યું છે પરંતુ પુતિન ચીનની મુલાકાતે જશે

પુતિનને દુનિયામાં પોતાના માટે ચીન વધુ સલામત લાગે છે

બ્રિકસ અને જી.20માં હાજર રહેવાનું રશિયાના રાષ્ટ્રપતિએ ટાળ્યું છે પરંતુ પુતિન ચીનની મુલાકાતે જશે. ઈન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટે પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે ત્યારથી તે વિદેશ પ્રવાસને ટાળી રહ્યો છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન તાજેતરમાં જોહાનીસબર્ગમાં યોજાયેલાં બ્રિકસ સંમેલનમાં હાજર રહ્યા નહોતા અને હવે નવી દિલ્હીમાં 8-9 સપ્ટેમ્બરનાં રોજ યોજાનાર જી.20 સમીટમાં પણ ભાગ લેવાના નથી. તેમણે ભારતમાં યોજાનારી જી.20 સમીટમાં ભાગ લેવાની અસમર્થતા વ્યક્ત કરી છે.

ઈન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટ દ્વારા પોતાની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ તેઓ પોતાના વિદેશ પ્રવાસને ટાળી રહ્યા છે, જેથી તેઓ ધરપકડથી બચી શકે. જો કે આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે પુતિન ચીન જવાના છે. ધરપકડ વોરંટ જારી થયા બાદ પુતિનની આ પ્રથમ વિદેશ મુલાકાત હશે.

રશિયન રાષ્ટ્રપતિએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને ચર્ચા કરી હતી અને મીટીંગમાં હાજરી આપવા માટે પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી અને ઉમેર્યું હતું કે તેમના સ્થાને વિદેશમંત્રી સેર્ગેઈ લવરોવ દેશનું પ્રતિનિધિત્વ કરશે.

મામલાની જાણકારી ધરાવતા અધિકારીઓના જણાવ્યા અનુસાર ક્રેમલિન ઓકટોબરમાં બેલ્ટ એન્ડ રોડ ફોરમ માટે પુતિનની ચીન મુલાકાતની તૈયારી કરી રહ્યું છે. નામ જાહેર ન કરવાની શરતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, પુતિને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગના નિમંત્રણનો સ્વીકાર કર્યો છે.

સૂત્રએ એમ પણ જણાવ્યું હતું કે, પુતિન માત્ર એવા દેશોની મુલાકાત લેવા ઈચ્છુક છે જયાં તેમની સુરક્ષાની સંપૂર્ણ ખાતરી હોય અને તેમના મતે ચીન તે સ્થાનોમાંથી એક છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button