ગુજરાત

આગામી તા.4થી રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે પ્રસિદ્ધ રસરંગ લોક મેળો યોજાય રહ્યો છે.બરોબર ત્યારે આ દિવસે સવારથી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ એક વાતચીત દરમ્યાન જણાવેલ હતું. વધુમાં તેઓને જણાવેલ હતું કે રાજકોટના રસરંગ લોકમેળાનું ઉદ્ઘાટન રાજયના રાઘવજીભાઈ પટેલ, કુવરજીભાઈ બાવળીયા અને ભાનુબેન બાબરીયા, પૈકી કોઈપણ એક મંત્રીના હસ્તે કરવાનું હાલમાં આયોજન થઈ રહ્યું છે

આગામી તા.4થી રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે પ્રસિદ્ધ રસરંગ લોક મેળો યોજાય રહ્યો છે.બરોબર ત્યારે આ દિવસે સવારથી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત એ છે કે તેઓ લોકમેળાનું ઉદ્ઘાટન કરનાર નથી પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે.

તેમ આજરોજ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ એક વાતચીત દરમ્યાન જણાવેલ હતું. વધુમાં તેઓને જણાવેલ હતું કે રાજકોટના રસરંગ લોકમેળાનું ઉદ્ઘાટન રાજયના રાઘવજીભાઈ પટેલ, કુવરજીભાઈ બાવળીયા અને ભાનુબેન બાબરીયા, પૈકી કોઈપણ એક મંત્રીના હસ્તે કરવાનું હાલમાં આયોજન થઈ રહ્યું છે. તા.4ના રોજ સવારે રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટની નવનિર્મિત એઈમ્સ હોસ્પિટલના જુદા-જુદા વિભાગોની મુલાકાત લેનાર છે.અને કામગીરીની સમિક્ષા હાથ ધરશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટિલાળાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.જયારે બપોરે મુખ્યમંત્રી રાજકોટ મહાનગરપાલિકાની 50 નવી શરૂ થનાર ઈલેકટ્રીક બસોનું પણ લોર્કાપણ કરનાર છે. ત્યાર બાદ મુખ્યમંત્રીના હસ્તે સિવિલ હોસ્પિટલમાં નિર્માણ થયેલ રાજયની સૌપ્રથમ કેથ લેબોરેટરીનું ઉદ્ઘાટન પણ કરશે.

તાજેતરમાં રાજકોટની નવી કલેકટર ઓફિસ સામે આવેલ જિલ્લા કલેકટર હસ્તકની મનુબેન ઢેબર સેનેટોરીયમની જગ્યા ખાલી કરવામાં આવેલ હતી. અને આ જમીનનો કબ્જો જિલ્લા કલેકટર હસ્તક જે તે સમયે લઈ લેવાયો હતો. આ જમીનમાં તાજેતરમાં 100 બેડની ફિલ્ડ હોસ્પિટલ બનાવવાનું નકકી કરાયું હતું.

પરંતુ હવે આ ફિલ્ડ હોસ્પિટલ રૈયાસ્માર્ટ સીટી નવા રેસકોર્ષ રીંગ રોડ ઉપર બનાવવાનું નકકી કરાયું છે. આ ફિલ્ડ હોસ્પિટલ 100 બેડની હશે.અને 8500 ચો.મી.જગ્યામાં નિર્માણ થનાર છે. તેમ આજરોજ રાજકોટ જિલ્લા કલેકટરને એક વાતચીત દરમ્યાન જણાવેલ હતું. વધુમાં તેઓએ જણાવેલ હતું કે મનુભાઈ ઢેબલ અને સેનેટોરીયમની જમીનનો કબ્જો હવે સિવિલ હોસ્પિટલ તથા મેડીકલ કોલેજના વિસ્તૃતિકરણ કોલેજ માટે મેડિકલ કોલેજના પીડીયું વિભાગના સોંપવામાં આવશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button