ભારત
ચંદ્રયાન-3 ઉપરાંત ઈસરોના અનેક સફળ રોકેટ લોન્ચીંગ વખતે કાઉન્ટ ડાઉનને અવાજ આપનાર મહિલા વૈજ્ઞાનિકનુ હાર્ટએટેકથી નિધન
ચંદ્રયાન-3ના લોન્ચીંગના કાઉન્ટડાઉનને અવાજ આપનારી વૈજ્ઞાનિક વલારમતીનું નિધન

ચંદ્રયાન-3 હોય કે કોઈપણ સેટેલાઈટ લોન્ચીંગ, જયારે પુરી દુનિયાની નજર રોકેટ તરફ હોય છે ત્યારે કાનમાં એક જ અવાજ સંભળાય છે. કાઉન્ટ ડાઉનનો અવાજ, આ અવાજ આપનાર ઈસરોની વૈજ્ઞાનિક વલારમથીનું હાર્ટએટેકથી નિધન થયું છે.
વલારમથીના નિધન પર ઈસરોએ જણાવ્યું હતું કે રોકેટ લોન્ચ કાઉન્ટડાઉન પાછળ પ્રતિષ્ઠિત મહિલા અવાજને શ્રીહરિકોટાથી ભવિષ્યના મિશનોમાં સાંભળી નહીં શકાય. ચેન્નાઈમાં જન્મેલી અને ઉછેર પામેલી વલારમતિને નાની વયે જ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ હતો.
તેણે એન્જીનીયરીંગમાં શિક્ષણ મેળવ્યું હતું અને યુવાન વયે જ તેમાં સામેલ થઈ હતી. તે પોતાના ચોકકસ કાઉન્ટડાઉન અને પોતાના કામ પ્રત્યે અહી સમર્પણની સાથે સાથે સંગઠન માટે એક અમૂલ્ય સંપતિ બની ગઈ હતી.
Poll not found