સુરતમાં બનાવટી ડોકયુમેન્ટનું રેકેટ ઝડપાયું : રૂા.92 લાખનું લોન કૌભાંડની તપાસમાં પર્દાફાશ
બનાવટી આધાર-પાન-ડ્રાઈવીંગ લાયસન્સ સેલેરી સ્લીપ બધું રૂા.15થી50માં વેચાયા

ગુજરાતમાં બનાવટી તથા બોગસ અધિકારો જેઓ ખુદને સીધા પીએમઓ તથા સીએમઓ સહિતના અધિકારી દર્શાવીને છેતરપીંડી કરી રહ્યા હોવાની એક બાદ એક ચહેરાઓ સામે આવતા જાય છે તે વચ્ચે હવે સુરતમાં એક ખાનગી બેન્ક દ્વારા તેની સાથે રૂા.92 લાખની છેતરપીંડીની જે ફરિયાદ નોંધાવી હતી તેમાં હવે બનાવટી સરકારી દસ્તાવેજોનું પણ એક જબરુ કૌભાંડ ખુલ્યુ છે. આ બનાવટી દસ્તાવેજો આધુનિક પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયા હતા અને તેવા 2 લાખ જેટલા ડોકયુમેન્ટ વેચાયા પણ હોવાનું બહાર આવ્યુ છે.
સુરત પોલીસે આ સંબંધમાં રાજસ્થાન અને ઉતરપ્રદેશના બે લોકોની ધરપકડ કરી છે જે રૂા.15થી રૂા.50માં આ બનાવટી સરકારી દસ્તાવેજો વેચતા હતા. રાજસ્થાનના સોમનાથ પ્રમોદકુમાર તથા ઉતરપ્રદેશના પરમવીરસિંઘ ઠાકુર થોડા સમયથી સુરત પોલીસમાં ટેકનીકલ વોચ પર હતા અને આ મહત્વના સરકારી દસ્તાવેજો તૈયાર કરીને વેચતા હતા જેમાં રાહુલ સુરક્ષા સામે પણ પ્રશ્ન ઉભા થાય તેવી સ્થિતિ હતી. આ સમગ્ર રેકેટની તપાસ હવે સુરતના એસીપી વિરજીતસિંહ પરમારને સુપ્રત કરવામાં આવી છે.
આ અંગે ઓગષ્ટ માસમાં એચડીએફસી બેન્કે એક પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં 20 લોકોએ બનાવટી સેલેરી સ્લીપ રજૂ કરીને રૂા.92 લાખની લોન લઈ લીધી હતી જે ભરપાઈ થઈ ન હતી અને તેમાં બનાવટી દસ્તાવેજો બેન્ક પાસે રજૂ થયા હતા. પોલીસે આ બારામાં છ લોકોની અટકાયત કરીને પુછપરછ કરી હતી અને તેમાં બનાવટી દસ્તાવેજોનું પગેરુ મળ્યુ હતું.
જેમાં તેઓએ ઓનલાઈન ફ્રોડ-પોર્ટલ મારફત આ બનાવટી સેલેરી સ્લીપ સહિતના દસ્તાવેજો મેળવી જેઓ રાજસ્થાનમાંથી માસ્ટર માઈન્ડ સોમનાથ પ્રમોદસિંઘની ધરપકડ કરી હતી જેનું પગેરુ યુપીના પ્રેમવિરસિંઘ સુધી ગયુ હતું. તેઓ બનાવટી આધારકાર્ડ, પાન, ડ્રાઈવીંગ લાયસન્સ, વોટર આઈડી તથા સેલેરી સ્લીપ સહિતના દસ્તાવેજો અને બેન્ક લોનમાં જઈ તમામ દસ્તાવેજો બોગસ બનાવી પુરા પાડતા હતા. તેઓ આ રીતે બે લાખથી વધુ બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હોવાનું કબુલ્યું હતું.
પ્રેમસિંઘ પાનેલ ડોટ એકસ વાય ઝેડ: રૂા.2 લાખના સોફટવેરથી કૌભાંડ
સુરત: બનાવટી દસ્તાવેજોના કૌભાંડમાં ઝડપાયેલા બે વ્યક્તિઓએ આધાર, પાન સહિતના દસ્તાવેજોનું નિર્માણ કરી શકાય તેવા એક સોફટવેર મારફત આ કૌભાંડ કર્યુ જે તમોએ રૂા.2 લાખના ખર્ચે સોફટવેર મેળવ્યું હતું અને તેમની વેબસાઈટનો મિત્રો મારફત પ્રચાર કર્યો. જેમાં તેઓ રૂા.199માં સભ્ય બનાવતા પછી તે આ વેબસાઈટનો ઉપયોગ કરી ગમે તે પ્રકારના બનાવટી દસ્તાવેજો બનાવી શકતા હતા.