ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોટી રાહત મળી છે . અનુજ પટેલ 3 મહિના બાદ સ્વસ્થ થઈને ઘરે પરત આવી ગયા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોટી રાહત મળી છે. CMના પુત્ર અનુજ પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ પહેલા અમદાવાદ અને પછી મુંબઈની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોટી રાહત મળી છે. CMના પુત્ર અનુજ પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ પહેલા અમદાવાદ અને પછી મુંબઈની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. હવે વિગતો આવી રહી છે કે 3 મહિના બાદ સ્વસ્થ થઈને ઘરે પરત આવી ગયા છે. અનુજ પટેલને 1 મેએ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં એરલિફ્ટ કરીને ખસેડાયા હતા. અહીં તેમની સર્જરી બાદ તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીની સારવાર માટે ખસેડાયા હતા.
ખાસ છે કે, અનુજ પટેલને 30 એપ્રિલ અચાનક બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ તેમને અમદાવાદની વૈષ્ણોદેવી સર્કલ નજીકની કે.ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સર્જરી કરાઈ હતી અને બાદમાં એર એમ્બ્યુલન્સથી મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ફરીથી તેમની બ્રેઈન સર્જરી કરવામાં આવી હતી.
ત્યારથી અનુજ પટેલ હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ હતા. અહીં તેમની તબિયત સુધરતા તેમને મુંબઈની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. જ્યાં તેમની ફિઝિયોથેરાપીની સારવાર ચાલી રહી હતી.