ગુજરાત
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ભાજપની નો રિપિટ થીયરી, સી.આર.પાટિલે કરી જાહેરાત
ભાજપ અધ્યક્ષ સી આર પાટિલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ભાજપની પરંપરાની પરંપરા રહેલી છે તે મુજબ પ્રક્રિયા થઈ છે

ભાજપ અધ્યક્ષ સી આર પાટિલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ભાજપની પરંપરાની પરંપરા રહેલી છે તે મુજબ પ્રક્રિયા થઈ છે. જે મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિયુક્તિને લઈ નો રિપિટ થીયરી અપનાવવામાં આવશે. નવા લોકોને તક મળે તે માટે આ નિર્ણય કરાયો છે. નો રીપિટ ની પદ્ધતિ અપનાવવામાં આવી છે. જનરલ બેઠક પર જનરલ કેટેગરીના લોકોની જ નિમણૂક થશે. ગુજરાતમાં લોકોને સારો વહીવટ આપવાનો પ્રયાસ થશે. અગાઉ હોદ્દા પર રહી ચૂક્યા હોય તેમને ફરી હોદ્દો આપવાની શક્યતા ઓછી છે. આ ઉપરાંત સી.આર.પાટિલે કહ્યું, 1500 જેટલા પદો માટે જવાબદારી સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. દરેક જિલ્લામાં 3 નિરીક્ષકો મોકલવામાં આવ્યા હતા. સંગઠન અને ચૂંટાયેલા લોકોને સંભાળ્યા બાદ નામો નક્કી કર્યા હતા. ભાજપની પરંપરાની પરંપરા રહેલી છે તે મુજબ પ્રક્રિયા થઈ છે.
Poll not found