આગામી ઓકટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનાર વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ માટે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું
5 ફાસ્ટબોલર, ત્રણ સ્પીનર: બે ઓલ રાઉન્ડર: સંતુલીત ટીમ પસંદ કરાયાનો અજીત અગરકરનો દાવો

આગામી ઓકટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનાર વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ માટે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે.અનફીટ કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેપ્ટન તરીકે રોહીત શર્મા તથા વાઈસ કેપ્ટન હાર્દિક પંડયાને યથાવત રાખવામાં આવ્યા છે.
ભારતમાં 5 ઓકટોબરથી 19 નવેમ્બર સુધી ક્રિકેટ વર્લ્ડકપ રમાવાનો છે. શ્રીલંકામાં ભારતીય ટીમની હોટેલ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પસંદગી સમિતિનાં અધ્યક્ષ અજીત અગરકર દ્વારા વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે જણાવ્યું હતું કે ભારતીય ટીમમાં ઈજાની સમસ્યા હતી.
પરંતુ નિર્ણાયક સમયે જ શ્રેયસ ઐય્યર તથા કે.એલ.રાહુલ ફીટ થઈ ગયા છે.અનેક ખેલાડીઓનાં નામો પર ચર્ચા થઈ હતી. સંતુલીત ટીમ બનાવવાનો,પડકાર હતો. રાહુલ સારા ફોર્મમાં હતો પરંતુ ઈજાગ્રસ્ત હતો હવે તે ફીટ થઈ ગયો છે. 50 ઓવરની મેચમાં એક ઓફ સ્પીનર જરૂર છે વર્લ્ડકપ માટેની ટીમ છે બોલરોની પસંદગી થઈ છે તે એકદમ યોગ્ય છે.
15 ખેલાડીઓની ભારતીય ટીમમાં ફાસ્ટ એટેકમાં મોહમ્મદ સામી, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ તથા બુમરાહ એમ ચાર બોલરો રહેશે. સ્પીન ત્રીપુટીમાં રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ તથા કુલદીપ યાદવને પસંદ કરાયા છે. હાર્દિક પંડયા તથા રવિન્દ્ર જાડેજા ઓલ રાઉન્ડી રહેશે. બેટીંગનો ભાર રોહીત શર્મા, ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઈશાન કિશન, કે.એલ.રાહુલ, સુર્યકુમાર યાદવ તથા હાર્દિક પંડયા પર રહેશે.
રોહીત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડયા (વાઈસ કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઈશાન કિશન, કે.એલ.રાહુલ, સુર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શામી, મોહમ્મદ શિરાજ, જસપ્રિત બુમરાહ, તથા કુલદીપ યાદવ