જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી એકાદ બે દિવસ છુટાછવાયા ઝાપટા પડશે
સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશના મોટા ભાગના ક્ષેત્રોમાં ચોમાસાના નવા રાઉન્ડમાં લાંબો બે્રક સર્જાયા બાદ ગત સપ્તાહમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો.

સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશના મોટા ભાગના ક્ષેત્રોમાં ચોમાસાના નવા રાઉન્ડમાં લાંબો બે્રક સર્જાયા બાદ ગત સપ્તાહમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. પરંતુ સૌરાષ્ટ્ર મોટાભાગે કોરૂ જ રહ્યું હતું હવે આગામી વિકએન્ડમાં ફરી વરસાદની ગતિવિધિ શરૂ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લી આગાહી પ્રમાણે ગુજરાત રીજીયનના કેટલાક ભાગોમાં હળવો મધ્યમ ભારે વરસાદ પડયો હતો. 6 થી 9 સપ્ટેમ્બરના ચાર દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 103 મીમી, મધ્ય ગુજરાતમાં 38 મીમી તથા ઉતર ગુજરાતમાં 23 મીમી વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રમાં અમુક જ ભાગમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો અને સરેરાશ 4 મીમી પાણી પડયું હતું. કચ્છ ઝોન સંપૂર્ણ કોરો જ રહ્યો હતો.
તેઓએ જણાવ્યું હતું કે વરસાદી પરિબળો હજુ યોગ્ય રીતે પ્રસ્થાિ5ત થઇ શકયા નથી. તા. 15મી સપ્ટેમ્બર સુધી આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે એકાદ બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા ઝાપટા પડવાની શકયતા છે. અપેક્ષીત પરિબળો હજુ પ્રસ્થાપિત થઇ શકયા નથી અને ધારણા કરતા તેમાં 4 થી 5 દિવસનું મોડુ થયું છે. તેમ છતાં આગામી 15-16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી વરસાદની ગતિવિધિ શરૂ થવાની શકયતા છે અને આગામી દિવસોમાં તે વિશે વધારાના અપડેટ આપવામાં આવશે.