ગુજરાત

સુરતના પલસાણા વિસ્તારના પડાવમાં પોતાના માતા-પિતા સાથે સુતેલી બાળકીનું અપહરણ કરી નરાધમે દુષ્કર્મ આચર્યું

પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં દબોચ્યો

સુરત જિલ્લામાં છાસવારે ચોરી, લૂંટ, હત્યા, બળાત્કાર, અપહરણ જેવા ગંભીર ગુનાઓ બનતા રહે છે. ગુનેગારો બેફામ બની ગયા હોય તેમ ક્રાઈમ રેટ વધી રહ્યો છે. ત્યારે વધુ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાત્રીના સમય દરમ્યાન એક બાળકી પલસાણા નજીક હાઇવે માર્ગ પરથી રડતી હાલતમાં મળી આવી હતી. ત્યારે એક યુવકે તે બાળકીની પૂછપરછ કરીને તેના માતા પિતા સુધી પહોંચાડી હતી. બાળકીને જોતા માતા-પિતા પણ અંચબિત થઈ ગયા હતાં. બાળકીની પૂછપરછ કરતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જે સમગ્ર ઘટનાના પગલે પોલીસે ગંભીરતા સમજી સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

બાદમાં બાળકીને નજીકના હાઈવે પર રડતી મૂકીને ફરાર થઈ ગયો હતો. બાળકીને રડતા જોઈને ત્યાંથી પસાર થતા યુવકે પૂછપરછ કરી અને માતા-પિતા સુધી પહોંચાડી હતી. જોકે બાળકીની હાલત જોઈને માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં જ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

બાળકીએ પોલીસ સમક્ષ સમગ્ર બાબત રજૂ કરતા પોલીસે તે દિશામાં તપાસ હાથધરી હતી. પલસાણા નજીક હાઇવે પર બાજુમાં આવેલા શેરડીના ખેતરમાં લઈ જઈ આરોપીએ દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેક્નિલકલ સર્વેલન્સની મદદથી ઝીણવટ પૂર્વક તપાસ હાથધરી હતી. જ્યારે પોલીસેના હાથે સીસીટીવી ફોટેજના લાગ્યા હતાં. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને દબોચીને વધુ તપાસ કરતા સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો

પોલીસે આરોપી કાંતિલાલ ડેડીયારની ધરપકડ કરી છે. જે મધ્યપ્રદેશ રાજ્યના રતલામનો વતની છે. આરોપી આ વિસ્તારમાં મજૂરી કામ અર્થે એક સપ્તાહ પહેલાજ આવ્યો હતો. જેણે આ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે

પોલીસે સીસીટીવીથી શંકાસ્પદની ધરપકડ કરી

જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ એક શખ્સને ઝડપીને પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે કાંતિલાલ ડેડીયારને ઝડલી લીધો હતો. આરોપી મધ્ય પ્રદેશના રતલામનો વતની છે અને અઠવાડિયા પહેલા જ પલસાણામાં મજૂરી કામ માટે આવ્યો હતો. તે ઘણીવાર ત્યાંથી આવતા-જતા બાળકીને જોતો રહેતો હતો. ઘટનાના દિવસે બાળકી પરિવાર સાથે સૂતી હતી ત્યારે તેનું અપહરણ કરીને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી સામે બળાત્કાર, અપહરણ, પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button