ભારત
કેરલના સરકારા દેવી મંદિર પરિસરમાં હવે કોઈ સામુહિક ડ્રીલ કે હથિયાર તાલીમ આયોજીત કરવામાં નહીં આવે
મંદિર પરિસરમાં આવી ગતિવિધિથી શાંતિ ભંગ થતો હોવાની અને ભકતોમાં ડર પેદા થતો હોવાની અરજદારોની દલીલ

અહીંના સરકારા દેવી મંદિર પરિસરમાં હવે કોઈ સામુહિક ડ્રીલ કે હથિયાર તાલીમ આયોજીત કરવામાં નહીં આવે. એક અરજી પર કેરળ હાઈકોર્ટે ફેસલો સંભળાવ્યો છે. ખરેખર તો અહીં આરએસએસના હથિયારોથી લડવાનો ટ્રેનીંગ કેમ્પ અને સામુહિક અભ્યાસ સામે રોક લગાવવાની બે ભકતોએ અરજી કરી હતી.
અરજદારોએ અરજીમાં આરોપ લગાવ્યો હતો કે, આરએસએસમાં હોવાનો દાવો કરીને કેટલાક લોકો મંદિર પરિસરમાં સામુહિક અભ્યાસ અને હથિયારોથી લડવાની ટ્રેનીંગ આપે છે. જેના કારણે મંદિરની શાંતિ ભંગ થાય છે અને ભકતોમાં ડર પેદા થાય છે. કોર્ટે ભકતોની અરજી સ્વીકારી મંદિર પરિસરમાં હથિયારની ટ્રેનીંગ પર રોક લગાવી છે.
Poll not found



