ભારતીય ટીમ બેક ટૂ બેક ડેમાં મેદાન પર ઉતરી છે, ગઇકાલે રિઝર્વ ડે પાકિસ્તાન સામે મેચ જીત્યા બાદ આજે શ્રીલંકા મેદાનમાં ઉતરી છે
ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને શુભમન ગીલ ઓપનિંગ કરવા આવ્યા છે.

ભારતીય ટીમે એશિયા કપ (એશિયા કપ-2023) ના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાનને હરાવીને વિજય સાથે શરૂઆત કરી હતી. આજે પણ મેચમાં વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે.
ભારતીય ટીમ બેક ટૂ બેક ડેમાં મેદાન પર ઉતરી છે, ગઇકાલે રિઝર્વ ડે પાકિસ્તાન સામે મેચ જીત્યા બાદ આજે શ્રીલંકા મેદાનમાં ઉતરી છે. 5 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર કોઈ પણ વિકેટ વિના 25 રન છે. શુભમન ગીલ 10 બૉલમાં 12 અને રોહિત શર્મા 20 બૉલમાં 12 રને રમી રહ્યો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને શુભમન ગીલ ઓપનિંગ કરવા આવ્યા છે. રોહિતે પહેલી જ ઓવરમાં શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. એક ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર કોઈ વિકેટ વિના 7 રન થઈ ગયો છે. રોહિત પાંચ 5 રન પર અને ગિલ 2 રન પર રમી રહ્યો છે.
શ્રીલંકા પ્લેઈંગ 11: – પથુમ નિસંકા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરાવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), દુનિથ વેલાલાગે, મહિષ મિક્ષણા, કસુન રાજીથા, માથીશા પથિર.
ભારતની પ્લેઈંગ 11: – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ.
ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે ત્રણ સ્પિનરો સાથે રમવાનો નિર્ણય કર્યો છે. અક્ષર પટેલને એશિયા કપમાં રમવાની તક મળી છે. વિરાટ કોહલી મેદાનમાં પહોંચી ગયો છે. વિરાટ કોહલી મેદાન પર પહોંચનાર પ્રથમ ખેલાડી છે. મેદાન પર પહોંચ્યા બાદ વિરાટ કોહલી સ્લિપ કેચિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. વિરાટ કોહલીની ફિટનેસ શાનદાર છે. કોલંબોમાં હવામાન એકદમ સ્વચ્છ અને ચોખ્ખુ દેખાઇ રહ્યું છે. કોલંબોમાં ગઈ રાતથી વરસાદ પડ્યો નથી. સવારથી જ તડકો છે. જોકે બપોર બાદ વરસાદની સંભાવના છે.
આજે ભારતીય ટીમ બેક ટૂ બેક મેદાનમાં ઉતરી છે. ગઇકાલે પાકિસ્તાન સામે મેચ જીત્યા બાદ આજે ભારતની ટક્કર શ્રીલંકન ટીમ સામે થઇ રહી છે. ભારતીય ટીમે એશિયા કપ (એશિયા કપ-2023) ના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાનને હરાવીને વિજય સાથે શરૂઆત કરી હતી. આજે પણ મેચમાં વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ મેચ કોલંબોમાં રમાવાની છે, જ્યાં હવામાનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો પણ ભારતનું ફાઇનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત બની જશે. ભારતીય ટીમ અત્યારે 1 મેચમાં 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. શ્રીલંકા અને પાકિસ્તાનના 2-2 પોઈન્ટ છે. શ્રીલંકા નંબર-2 પર છે જ્યારે પાકિસ્તાન ત્રીજા નંબર પર છે. બાંગ્લાદેશનું ખાતું હજુ ખોલાયું નથી.
કોલંબોમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદે રમતને ઘણી બગાડી હતી. આ મેચ રિઝર્વ ડે સુધી ખેંચાઈ અને પરિણામ 2 દિવસમાં આવી ગયું. ભારત અને શ્રીલંકા મેચમાં કોઈ રિઝર્વ ડે નથી. જો મેચ વરસાદના કારણે ધોવાઇ જાય છે, તો બંને ટીમોએ 1-1 પોઇન્ટ વહેંચવો પડશે. Accuweather ના હવામાન અહેવાલ વિશે વાત કરીએ તો, 2 થી 4 વાગ્યા સુધી વરસાદની શક્યતા ઓછી છે. સાંજે 4 થી 7 વાગ્યા સુધી વરસાદની સંભાવના 50 ટકા સુધી છે. સાથે જ રાત્રે 10 વાગ્યાથી સતત વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારતીય ટીમે હવે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં જ શ્રીલંકાનો સામનો કરવાનો છે. શ્રીલંકાએ સુપર-4 રાઉન્ડની તેની અગાઉની મેચમાં બાંગ્લાદેશને 21 રને હરાવ્યું હતું. ભારતે પાકિસ્તાનને પણ હરાવ્યું હતું. હવે આવી સ્થિતિમાં બંને ટીમો આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. જે પણ ટીમ આ મેચ જીતશે તે ફાઈનલમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દેશે. આ પછી શ્રીલંકાનો મુકાબલો 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે થશે જ્યારે ભારતનો મુકાબલો 15 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે થશે.
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં સોમવારે રમાયેલી એશિયા કપ-2023ના સુપર-4 રાઉન્ડની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 228 રનથી ખરાબ રીતે હરાવ્યું હતું. પાકિસ્તાન સામેની વનડેમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે. રિઝર્વ ડે સુધી ચાલેલી આ મેચમાં ભારતે વિરાટ કોહલી (અણનમ 122) અને કેએલ રાહુલ (111 અણનમ)ની સદીના આધારે 2 વિકેટ ગુમાવીને 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ પછી બાબર આઝમની કેપ્ટન્સીવાળી ટીમ 32 ઓવરમાં માત્ર 128 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.