ગુજરાત

અમદાવાદના ભદ્ર વિસ્તારમાં રામવાડીમાં વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે, આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે.

ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે.

ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે ૨૦ કિલોમીટર તેમ જ જિલ્લા મથક અમદાવાદથી ૬૨ કિલોમીટર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા બગોદરાથી ૧૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ મંદિરમાં ગણેશજીની સ્વંયભૂ મૂર્તિના દર્શન થાય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે ઘણાં મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે. આ ઉપરાંત એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ જેટલી ઊંચી છે. અમદાવાદથી આ ગણપતિ મંદિરનાં દર્શને જવા માટે ઘણી બસો ઉપલ્બધ છે.

અમદાવાદથી 25 કિલોમીટર દૂર વાત્રક નદીના કિનારે શ્રી સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાંથી જ્યોત આ મંદિરમાં લાવવામાં આવી છે. આ મંદિરની સ્થાપના 2011માં કરવામાં આવી છે. 6 લાખ સ્કવેર ફૂટમાં પથરાયેલું આ મંદિર જમીનથી 56 ફૂટ ઊંચું છે. આ મંદિરનો આકાર ગણેશજીના સ્વરૂપનો છે. મંદિરના નિર્માણમાં ક્યાંય લોખંજ કે સિમેન્ટનો ઉપયોગ થયો નથી. લગભગ 14 કરોડ રૂપિયાના ખર્ચે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અમદાવાદના ભદ્ર વિસ્તારમાં રામવાડીમાં વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે. આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે. આ મંદિરનું નિર્માણ પેશ્વાકાલીન સમયમાં થયું હતું. આ મંદિરમાં ગજાનની બે મૂર્તિઓ છે. એક મૂર્તિ જમણી સૂંઢવાળા ગણપતિની છે અને અન્ય મૂર્તિ આરસપહાણમાંથી બનેલી છે. તેની સૂંઢ ડાબી તરફ છે અને તે સિંદૂરના કલરની છે. બારેમાસ આ મંદિરમાં ભીડ રહે છે. ભક્તો અહીં બાપ્પાને પ્રિય એવા બૂંદીના લાડુ અવશ્ય ચઢાવે છે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button