ગુજરાત

રાજકોટ-જામનગર-દ્વારકા-પોરબંદર-સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદ

બે દિવસથી રાજસ્થાન ઉપરનાં સાયકલોનિક સર્કયુલેશનની અસર હેઠળ સૌરાષ્ટ્ર-ગુજરાતને વરસાદ ધમરોળી રહ્યો છે

છેલ્લા બે દિવસથી રાજસ્થાન ઉપરનાં સાયકલોનિક સર્કયુલેશનની અસર હેઠળ સૌરાષ્ટ્ર-ગુજરાતને વરસાદ ધમરોળી રહ્યો છે અને ઠેર ઠેર ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને આ ભારેથી અતિભારે વરસાદનું જોર હજુ આવતા 24 કલાક રહેશે તેમ રાજય હવામાન કચેરીના ડાયરેકટર ડો. મનોરમા મોહંતીએ જણાવેલ હતું. વધુમાં તેઓએ જણાવેલ હતું કે, હજુ આવતા 24 કલાક એટલે કે આવતીકાલે સવાર સુધી સૌરાષ્ટ્ર-ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને આવતા 24 કલાક કચ્છ અને મોરબી જિલ્લા માટે ખુબ ભારે છે.

કારણ કે આ બન્ને જીલ્લામાં અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. તેમજ સૌરાષ્ટ્રનાં જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ઝડપી પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. ઉપરોકત જીલ્લાઓમાં આવતા 24 કલાક સુધી ભારે વરસાદની આગાહી છે.

વધુમાં ડો. મનોરમા મોહંતીનાં જણાવ્યા અનુસાર આવતીકાલ બપોરથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે અને 24 કલાક બાદ રાજયમાં ઠેર ઠેર માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે સાયકલોનિક સર્કયુલેશન 24 કલાક બાદ નબળુ પડી જશે આથી રાજયમાં વરસાદનું પ્રમાણ પણ ઓછુ થઈ જશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button