સનાતન ધર્મને લઈને રાજકીય બબાલ મચી છે ત્યારે સનાતન મુદ્દે સંઘનો દ્રષ્ટિકોણ
સંઘ માટે સનાતનનો મતલબ આધ્યાત્મિક લોકશાહી, સનાતન ના તો કોઈ ધર્મ છે કે ના તો કોઈ ધર્મનો પર્યાય: પૂણેમાં આયોજીત અખિલ ભારતીય સમન્વય બેઠક બાદ સંઘના સહ સર સંચાલક ડો.મનમોહન વૈદ્યની પત્રકારો સાથે વાતચીત

તાજેતરમાં તમિલનાડૂનાં મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીનનાં પુત્ર ઉદયનિધિએ સનાતનને બિમારી કહેતા તેનાથી દેશભરમાં હંગામો મચી ગયો હતો અને ઉદયનિધિનું માથુ ઉતારી લેવા સુધીના હાકલા પડકારા થયા હતા. આવો જ વિવાદ ઈન્ડીયાનુ ભારત કરવા સમયે થયો હતો. જી-20 ના નેતાઓનાં સન્માનમાં આયોજીત ડીનરનો નિમંત્રણ પત્રીકામાં પ્રેસીડેન્ટ ઓફ ઈન્ડીયાને બદલે પ્રેસીડેન્ટ ઓફ ભારત લખવા પર થયો હતો. સનાતન ધર્મને લઈને વિપક્ષોનાં ગઠબંધન ઈન્ડિયાના કેટલાંક નેતાઓની ટીપ્પણીને લઈને સાધુ-સંતોએ તો વિરોધ કર્યો હતો. પરંતુ આ આખો મુદ્દો રાજકીય બની ગયો હતો અને વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહીતનાં નેતાઓએ સભાઓમાં વિપક્ષો સનાતન ધર્મને ખતમ કરવા માંગે છે
તેવા આરોપો લગાવ્યા હતા. પરંતુ સનાતન ધર્મનાં વિવાદ મામલે ખુદ રાષ્ટ્રીય સેવક સંઘમાં જ વૈચારીક મતભેદ બહાર આવ્યા છે જે મુજબ આરએસએસ માટે સનાતનનો મતલબ ધર્મ નથી, આરએસએસનાં મતે સનાતન સભ્યતા એક સ્પિરીયુઅલ ડેમોક્રેસી છે. કોઈ ધર્મનો પર્યાય નથી. આ મુદ્દો પૂણેમાં આયોજીત રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પરિવારનાં સંગઠનોની અખિલ ભારતીય સમન્વય બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં બહાર આવ્યો હતો. સરસંઘ ચાલક મોહન ભાગવતની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં આ મુદે ચર્ચા થઈ હતી. સંઘ મોટેભાગે આરોપો અને વિરોધ પર પ્રતિક્રિયા નથી આપતું. સમન્વય બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સંઘના સહ સર કાર્યવાહ ડો.મનમોહન વૈદ્યે પણ આ આરોપોનાં બારામાં કંઈ કહ્યું નહોતુ.
પણ સનાતન સંસ્કૃતિને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નોનાં જવાબ આપતા કહ્યું હતું કે પહેલી વાત એ કે સનાતનનો અર્થ ધર્મ નથી કે કોઈ ધર્મનો પર્યાય પણ નથી ડો.મનમોહન વૈદ્યે જણાવ્યું હતુ કે સંઘની દ્રષ્ટ્રિએ સનાતન સભ્યતા એક આધ્યાત્મિક લોકશાહી છે. જે લોકો સનાતનને લઈને વકતવ્ય આપે છે તેમણે પહેલા આ શબ્દનાં અર્થને સમજવો જોઈએ. સંઘે ઈન્ડીયાને ભારત નામ કરવાનાં વિવાદને લઈને જણાવ્યું હતું કે દેશનું નામ ભારત છે અને ભારત જ રહેવુ જોઈએ. પ્રાચીન કાળથી આ નામ પ્રચલીત છે. ડો.મનમોહન વૈદ્યે જણાવ્યું કે ધ્યાન રહે, અહીં સનાતનની નાબુદીની વાત કરનારાઓ સામે કોઈ પ્રતિક્રિયા નથી. સરસંઘ સંચાલક મોહન ભાગવતે એક ભાષણમાં કહ્યું હતું કે આપણે વિરોધીઓનાં પણ વિરોધી નથી થવાનું.