ભારતવિશ્વ

ભારત સાથેના સંબંધોમાં નવો તનાવ ઉમેરતી ટ્રુડો સરકાર ભારત અને પાકિસ્તાનની સીમા ધરાવતા ગુજરાત-પંજાબ અને રાજસ્થાનના 10 કી.મી.ના વિસ્તારમાં નહી જવા તાકીદ

ખાલીસ્તાની ત્રાસવાદીની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ મુકીને વૈશ્ર્વિક સ્તરે આ મુદો પહોચાડવા તૈયારી કરી રહેલા કેનેડાએ હવે તેના નાગરિકોને ભારતની મુલાકાત સમયે કયા જવુ કયા નહી જવું સહિતની એડવાઈઝરી જાહેર કરતા બન્ને દેશો વચ્ચેનો તનાવ વધે તેવી ધારણા છે.

ખાલીસ્તાની ત્રાસવાદીની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ મુકીને વૈશ્ર્વિક સ્તરે આ મુદો પહોચાડવા તૈયારી કરી રહેલા કેનેડાએ હવે તેના નાગરિકોને ભારતની મુલાકાત સમયે કયા જવુ કયા નહી જવું સહિતની એડવાઈઝરી જાહેર કરતા બન્ને દેશો વચ્ચેનો તનાવ વધે તેવી ધારણા છે. ખાલીસ્તાની આતંકી હરદીપસિંહ લીજજરની હત્યામાં ભારતની સંભવિત સંડોવણી અને કેટલાક પુરાવા છે તેવા વિધાન બાદ કેનેડામાં ભારતીય દૂતાવાસમાં ‘રો’ ના એક સેશન હેડ ને કેનેડા છોડવા જણાવ્યું હતું

અને ભારતે પણ કેનેડાની જાસૂસી એજન્સીના એક ટોચના અધિકારી જે ‘અન્ડર-કવર’ જાસૂસ હતા. તેઓને પણ ભારત છોડવા જણાવ્યું છે. આમ ડિપ્લોમેટીક ગરમાગરમી વચ્ચે હવે કેનેડાના વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરીમાં તેમના દેશના નાગરિકોને ભારતની મુલાકાત સમયે જમ્મુ-કાશ્મીરમાં સલામતીની સ્થિતિ અંગે પ્રશ્ન ઉઠાવી આ રાજયની મુલાકાત નહી લેવા સલાહ આપી છે. આ એડવાઈઝરીમાં જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદ અને અપહરણનો ખતરો છે.

આ ઉપરાંત આસામ અને મણીપુર પણ નહી જવા સલાહ આપી છે. આ એડવાઈઝરીમાં પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા ભારતના રાજયો ગુજરાત, પંજાબ અને રાજસ્થાનના સરહદી વિસ્તારના 10 કી.મી.માં પણ પ્રવાસ નહી કરવા જણાવ્યું છે જો કે એડવાઈઝરીમાં વાઘા કે અટ્ટારી બોર્ડરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ સરહદી તનાવ નથી છતા પણ કેનેડા દ્વારા જે રીતે તેનો ઉલ્લેખ કરાયો તે પણ આશ્ર્ચર્યજનક છે.

કેનેડા સ્થિત શિખ સંગઠનોને ખાલીસ્તાની સહાનુભૂતિ ધરાવે છે. તેઓએ નિજજરની હત્યામાં ભારતીય ગુપ્તચર એજન્સી ‘રો’નો હાથ હોવાનો આરોપ મુકયો હતો અને તેઓએ કેનેડા વડાપ્રધાને આ અંગે તપાસની માંગણી કરતા પત્રો લખતા સમગ્ર વિવાદ ભડકયો હતો અને કેનેડાના વડાપ્રધાને પણ સંસદમાં આ અંગે ભારતની ભૂમિકા પર પ્રશ્નો સર્જીને તપાસમાં સહકાર માંગ્યો હતો તથા આ હત્યામાં ભારતીય દૂતાવાસના અધિકારી જેઓ ‘રો’ સાથે સંકળાયેલા છે તેઓને તાત્કાલીક કેનેડા છોડી જવા આદેશ આપ્યો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button