ગુજરાતના રાજકારણમાં એક બાદ એક મોટા ભૂકંપ આવી રહ્યા છે. હંમેશાથી શિસ્ત બદ્ધ રહેલી ભારતીય જનતા પાર્ટીમાં લોકસભા ચૂંટણી પહેલા જ આંતરિક ખેંચતાણ સામે આવી.
ગાંધીનગરના રાજકારણમાં આગામી સમયમાં મોટો ભૂકંપ આવી શકે છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ભાજપ હાઈકમાન્ડમાં કેટલાક ફેરફારો આવી શકે છે.

ગુજરાતના રાજકારણમાં એક બાદ એક મોટા ભૂકંપ આવી રહ્યા છે. હંમેશાથી શિસ્ત બદ્ધ રહેલી ભારતીય જનતા પાર્ટીમાં લોકસભા ચૂંટણી પહેલા જ આંતરિક ખેંચતાણ સામે આવી. તેમાં પણ ખાસ કરીને પત્રિકાકાંડથી લઈને જામનગરમાં મહિલા નેતાઓ વચ્ચે બોલાચાલીની ઘટનાથી છબી ખરડાઈ હતી. થોડા સમય પહેલા જ ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું લઈ લેવાયું. ત્યારે આ પ્રકરણમાં હવે એક મંત્રીનું પદ છીનવાઈ શકે છે.
ગાંધીનગરના રાજકારણમાં આગામી સમયમાં મોટો ભૂકંપ આવી શકે છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ભાજપ હાઈકમાન્ડમાં કેટલાક ફેરફારો આવી શકે છે. નવજીવન ન્યૂઝના અહેવાલમાં સૂત્રો મુજબ કહેવાયું છે કે, ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસેથી ગૃહ ખાતા વિભાગનો હવાલો લઈ લેવામાં આવે અને બાકીના ખાતા તેમની પાસે યથાવત રાખી શકાય છે. નવજીવન ન્યૂઝના રિપોર્ટ મુજબ, પૂર્વ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા કારણભૂત છે. પ્રદીપસિંહ વાઘેલા અને હર્ષ સંઘવી વચ્ચે ખાસ સંબંધો છે. જે રીતે SOG દ્વારા પત્રિકા કાંડમાં ભાજપના કાર્યકર્તાઓને ઉઠાવી લેવામાં આવ્યા, તે બાબત હાઈકમાન્ડના નજરમાં આવી છે અને પક્ષ આ વાતથી નારાજ હોવાનું સૂત્રો મુજબ ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટ્સ મુજબ, હર્ષ સંઘવી પાસેથી ગૃહ વિભાગનું પદ પાછું લીધા બાદ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ મનાતા જગદીશ વિશ્વકર્માને ગૃહરાજ્ય મંત્રીનું પદ સોંપવામાં આવી શકે છે, અને તેમને નવા ગૃહમંત્રી બનાવી શકાય છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેવા કેવા મોટા ફેરફાર થાય છે.