ભારત અને કેનેડાની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પંજાબમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગુરૂવારે પંજાબના ફિરોઝપુરમાં ગોલ્ડી બરાડ ગેંગની વિરુદ્ધ 44 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા
ભારત અને કેનેડાની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પંજાબમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગુરૂવારે પંજાબના ફિરોઝપુરમાં ગોલ્ડી બરાડ ગેંગની વિરુદ્ધ 44 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા.

જાણકારોના અનુસાર ત્રણ લોકો ગામ બાજીદપુરથી ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે બે પિસ્ટલ છ કારતુસ મળી છે. એસએસપી દીપક હિલોરીએ જણાવ્યું કે, તેમને માહિતી મળી હતી કે, ફિરોઝપુરમાં ગેંગસ્ટર ગોલ્ડી બરાડના ગેંગના લોકો છુપાયેલા છે. પોલીસની અનેક ટીમોની રચના કરવામાં આવી. તેમાંએસપી, ડીએસપી તથા એસએચઓ રેંકના અધિકારીઓનો સમાવેશ થતો હતો. 44 સ્થલો પર પોલીસે દરોડા પાડીને ગેંગના 12 લોકોને હથિયાર સહિત ઝડપી લીધા છે. તેમની પુછપરછ ચાલી રહી છે.
ગુપ્ત સુત્રો અનુસાર પોલીસે ગામ બાજીદપુરથી ત્રણ લોકોને હથિયારો સહિત ઝડપી લીધઆ છે. આ લોકો કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. પકડાયેલા આરોપી સાજન, બલજિંદર કુમાર તથા સૈમ્યુઅલની પાસે બે પિસ્ટલ અને છ કારતુસ મળી છે. આ લોકો બલજિંદરના ઘરે છુપાયેલા હતા અને રાત્રે કોઇ ઘટનાને અંજામ આપવાના હતા. જાણકારોનું કહેવું છે કે, કેનેડામાં ખાલિસ્તાન સમર્થક સુક્ખા દુનેકની હત્યા કરાઇ છે. જેના કારણે સ્થિતિ વણસે તેવી શક્યતા છે. હવે પંજાબમાં છુપાયેલા ગોલ્ડી બરાડના લગભગ 1 હજાર ગેંગના સભ્યોમાં પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર પંજાબ એલર્ટ પર છે અને અલગ અલગ સ્થળો પર દરોડા પડાઇ રહ્યા છે.
ભારત અને કેનેડાની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પંજાબમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગુરૂવારે પંજાબના ફિરોઝપુરમાં ગોલ્ડી બરાડ ગેંગની વિરુદ્ધ 44 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા. ગોલ્ડી બરાડ હાલના સમયમાં કેનેડામાં બેઠો છે. પોલીસે તેની ગેંગના 12 સભ્યોને હથિયારો સાથે ધરપકડ કરી લીધી છે.



