જાણવા જેવું

આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ’ એક સમયે કલ્પના લાગતો આ શબ્દ અને વધુમાં કહીએ તો ટેકનોલોજી હવે આપણા આમ જીવનમાં પણ ભળી છે અને હવે તે સંકટ પેદા કરવા લાગી છે.

હોલીવુડની લાંબી હડતાલ બાદ હવે માઈક્રોસોફટ સામે અમેરિકી એડીટર ગીલ્ડ મેદાને

‘આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ’ એક સમયે કલ્પના લાગતો આ શબ્દ અને વધુમાં કહીએ તો ટેકનોલોજી હવે આપણા આમ જીવનમાં પણ ભળી છે અને હવે તે સંકટ પેદા કરવા લાગી છે. અમેરિકામાં લાંબા સમયથી હોલીવુડના લેખકો, સ્ક્રીપ્ટરાઈટર વિ. જે કલાની મૌલિકતા અને કૌશલ્ય સાથે જોડાયેલ છે. તેઓ પર આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ અને તેના મીડીયમ જેવા ‘ઈવફિૠંઙઝ’ ના આગમનથી ભડકયા છે અને હવે એ.આઈ. સામે પ્રથમ વખત કોપીરાઈટ ભંગ સહિતના મુદાઓ પર ન્યુયોર્કની અદાલતમાં દાવો થયો છે.

જેમાં જહોન ગ્રીસમાહ જોડી વીકોલ્ટ અને જયોર્જ આર.આર. માર્ટીન સહિતના 17 લેખકોએ આયન એ.આઈ. જે આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સનું એક ઓપન સોર્સ પ્લેટફોર્મ છે તેના દ્વારા જે સામુહિક કૌશલ્ય, આવડત કે પ્રતિભા અથવા ખાસીયત છે તેની વ્યવસ્થિત રીતે ચોરી કરે છે. વિશ્ર્વમાં સંભવત આ રીતે પ્રથમ વખત બન્યું છે કે કોઈ ટેકનોલોજી સામે આ પ્રકારના દાવો દાખલ થયો હોય અને તેમાં જણાવાયું છે કે, ઓપન એ.આઈ. તેમના કોપીરાઈટ મટીરીયલનું કોઈ મંજુરી વગર જ ઉપયોગ કરે છે.

ખાસ કરીને માઈક્રોસોફટના ચેટજીટીપી જે રીતે હવે તમો ઈચ્છો તે સ્ક્રીપ્ટ લખી આપે છે કે તમારા કુટુંબનો કોઈ સ્પષ્ટ જવાબ આપે છે કે કવિતા લખે છે તથા તેનાથી આગળ પ્રોફેશનલ વર્ક પણ કરી આપે છે જે એક વિવિધ વર્ગની આવડત છે તેની પણ ‘ચોરી’ કરે છે.

આ તમામ લેખકો અમેરિકામાં બેસ્ટ સેલર તથા હોલીવુડના અત્યંત જાણીતા સ્ક્રીપ્ટ રાઈટર સહિતની મૌલીકતાના ક્ષેત્રે ખૂબજ જાણીતા છે. ન્યુયોર્કની ફેડરલ કોર્ટ સમક્ષ આ તમામે એક સંયુક્ત રીતે દાખલ કરેલા કેસમાં માઈક્રોસોફટના ‘ચેટજીટીપી’ને એક વિશાળ વ્યાપારી સાહસ તરીકે ઓળખાવીને તેને વ્યાપારી હેતુ માટે તેમના કોપીરાઈટ હેઠળની કૃતિઓ કે સર્જનનો ઉપયોગ કરી રહ્યું હોવાનું જણાવ્યુ હતું જે એક મોટા પાયે કોપીરાઈટ મટીરીયલની ‘ચોરી’ હોવાનું જણાવ્યું હતું.

આ દાવામાં એડીટર ગીલ્ડ પણ સામેલ થઈ છે તથા અનેક નામોશી ચહેરા પણ છે તથા રજુઆત તરીકે આ તમામ લેખકો કે મૌલિકતાના સર્જકોએ તેમના જીવનભરનો તપસ્યા સાથે આ શ્રેષ્ઠ પુસ્તકો લખ્યા છે કે કૃતિઓ રચી છે તે ચેટ-જીટીપી અને અન્ય ઓપન એ.આઈ. કોઈ મંજુરી કે રોયલ્ટી વગર જ ઉપયોગ કરે છે તે ખરેખર અટકવું જોઈએ.

માઈક્રોસોફટના ચેટ જીટીપી પ્રોગ્રામ જ એવી રીતે કરાયેલ છે કે તેને સાહિત્યથી સમાચાર અને ટેકનોલોજીથી વ્યક્તિગત કૌશલ્યના તમામ ડેટા સોર્સ આપીને તેના આધારે કોઈ રચના કરે છે અથવા જવાબ આપે છે. જેમકે ડોમ ઓફ થ્રોનની પ્રીકવલ જેને એ ડાયન ઓફ ડાયરવોલ્વ નામ અપાયુ છે તે અને આજ લેખકના ટીરીઝ ધ સોંગ્સ ઓફ આઈસ એન્ડ ફાયરમાંથી પણ એવા જ ડિરેકટર ઉપાડીને નવી નોવેલ લખવામાં આવે છે અને તે કોપીરાઈટ ભંગ જ છે.

જો કે ઓપન એ.આઈ.ના પ્રવકતાએ આ અંગે કહ્યું કે કંપની લેખકો તથા રચનાકર્તાઓના હકકોનું સન્માન કરે છે અને એ.આઈ.નો લાભ લેવો જોઈએ. તેઓએ આ માટે એડીટર ગોલ્ડ સહિતની સાથે રહીને કામ કરવા તૈયારી દર્શાવી હતી. અગાઉ કોમેડિયન સારાહ સિલ્વરમેન અને અન્ય એ પણ કેલિફોર્નિયામાં આ રીતે દાવો દાખલ કર્યો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button