ગુજરાત સરકારના બિનસચિવાલય કારકૂન, કારકૂન કમ ટાઈપીસ્ટની પૂર્વ સેવા તાલીમાંત ઉપરાંત વર્ગ 3 અને 4માં બઢતી માટેની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે.
આ સાથે જ આ પરિણામ જાહેર થતા તેમાં જાણકારી આપવામાં આવી છે કે OMR શીટ પર પરીક્ષા લેવામાં આવી હોવાને કારણે રિચેકિંગનો પ્રશ્ન રહેતો નથી

ગુજરાત સરકારના બિનસચિવાલય કારકૂન, કારકૂન કમ ટાઈપીસ્ટની પૂર્વ સેવા તાલીમાંત ઉપરાંત વર્ગ 3 અને 4માં બઢતી માટેની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. આ પરીક્ષા સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા દ્વારા ગત 20મી માર્ચે અને 21મી માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. સામાન્ય વહીવટી વિભાગના નોટીફિકેશનથી આવેલા સુધારાને ધ્યાને લઈને હવે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ આ પરિણામ જાહેર થતા તેમાં જાણકારી આપવામાં આવી છે કે OMR શીટ પર પરીક્ષા લેવામાં આવી હોવાને કારણે રિચેકિંગનો પ્રશ્ન રહેતો નથી. હા પ્રશ્નપત્ર 3 વર્ણાત્મક હોવાને પગલે પરીક્ષાર્થી ઈચ્છે તો ગુણ ચકાસણી માટે કચેરી કે ખાતાના વડા મારફતે ફી ભર્યાના અસલ ચલણ સાથે આજથી ત્રીસ દિવસમાં સંસ્થાને મળે તે રીતે ચકાસણીની અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષામાં કુલ 397 પરીક્ષાર્થીઓ ઉતિર્ણ થયા છે. જેમની અથાગ મહેનત ફળી છે.