વડાપ્રધાન મોદી આજ વારાણસી આવી પહોંચ્યા હતા તેમનાં હસ્તે વારાણસીમાં બંધાનાર પૂર્વાચલનાં પ્રથમ ક્રિકેટ સ્ટેડીયમનો શિલાન્યાસ થયો
સમારોહમાં સચિન તેંડુલકરે મોદીને નમો લખેલું ટીશર્ટ ભેટ આપ્યુ

વડાપ્રધાન મોદી આજે વારાણસી આવી પહોંચ્યા હતા તેમનાં હસ્તે વારાણસીમાં બંધાનાર પૂર્વાચલનાં પ્રથમ ક્રિકેટ સ્ટેડીયમનો શિલાન્યાસ થયો હતો. આ તકે તેમણે વારાણસીમાં 1565 કરોડ રૂપિયાનાં વિવિધ પ્રોજેકટોની જાહેરાત કરી હતી. આ અંગેની વિગત મુજબ આજે વડાપ્રધાન મોદીના હસ્તે વારાણસીમાં આંતર રાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દેશનાં અનેક દિગ્ગજ ક્રિકેટરો સચીન તેંડુલકર, સુનિલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, વેંગસરકર, સહીતની ક્રિકેટ હસ્તીઓની ઉપસ્થિતિ હતી. આ સમારોહમાં બીસીસીઆઈનાં પ્રમુખ રોજર બીન્ની, ઉપાધ્યક્ષ રાજીવ શુકલા, અને સચીવ જય શાહ તેમજ અન્ય ખેલાડીઓ ઉપસ્થિત હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની રાજય સરકારે આ સ્ટેડીયમ માટેની જમીનનાં સંપાદન માટે રૂા.121 કરોડ ફાળવ્યા છે. જયારે ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડ બીસીસીઆઈ સ્ટેડીયમનાં નિર્માણ માટે રૂા.330 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
આ તકે વડાપ્રધાન મોદીના હસ્તે રૂા.1565 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેકટની ભેટની જાહેરાત કરી હતી અંતર્ગત કાશી સહીત યુપીનાં 16 અટલ આવાસીય વિદ્યાલયનું લોકાર્પણ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના હસ્તે જે સ્ટેડીયમના શિલાન્યાસ થયો તેની ડીઝાઈન ખાસ શિવને સંબંધીત છે. જેમાં મીડીયા સેન્ટરનો આકાર શિવના ડમરૂ જેવો છે.જયારે ડે-નાઈટ મેચ દરમ્યાન મેદાનને પ્રકાશીત કરતી ફલડલાઈટનો આકાર ત્રિશુળ જેવો છે આ સ્ટેડીયમમાં કાશીની સાંસ્કૃતિક ઝલક બતાવવા પ્રયાસ થયા છે.આ તકે યુપીનાં સીએમ યોગી આદિત્યનાથ ઉપસ્થિત હતા. આ સમારોહમાં ભારત રત્ન ક્રિકેટર સચીન તેંડુલકરે વડાપ્રધાન મોદીને મોદી લખેલુ ટીશર્ટ ભેટ આપ્યું હતું.