ભારત
નૈઋત્યનું ચોમાસુ હવે અંતિમ તબકકામાં છે તે સમયે ફરી એક વખત મહારાષ્ટ્રમાં શરુ થયેલા ભારે વરસાદના રાઉન્ડમાં નાગપુરમાં રાત્રીના મુશળધાર વરસાદ વરસતા શહેરમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઉતારાઈ

નૈઋત્યનું ચોમાસુ હવે અંતિમ તબકકામાં છે તે સમયે ફરી એક વખત મહારાષ્ટ્રમાં શરુ થયેલા ભારે વરસાદના રાઉન્ડમાં નાગપુરમાં રાત્રીના મુશળધાર વરસાદ વરસતા શહેરમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે અને કેન્દ્રીય દળોને બચાવ તથા રાહત માટે ઉતારવામાં આવ્યા છે અને મહાનગરમાં જનજીવન ખોરવાઈ ગયું છે.
નાગપુરમાં વહેલી સવારના સાડા પાંચ સુધી 106 મી.મી. વરસાદ પડયો હતો. પરંતુ થોડા સમયમાં મહાનગરમાં માર્ગો પર હોડી ઉતારવી પડે તેવી સ્થિતિ હતી. રાજયના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોષ્ટ કરીને એકસ પર જણાવ્યું કે પરીસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નેશનલ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તથા ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને તૈનાત કરવામાં આવ્યું છે.
Poll not found



