વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.26-27 સપ્ટેમ્બરના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે
તા.26ના રાત્રીના 8 વાગ્યે અમદાવાદમાં નારી વંદના અભિવાદન વડોદરામાં પણ તા.27નાં સભામાં એક લાખ મહિલાઓ ઉપસ્થિત રહેશેે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.26-27 સપ્ટેમ્બરના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અગાઉ મોદી તા.2 ઓકટોના ગુજરાત આવવાના હતા પણ હવે આ કાર્યક્રમમાં ફેરફાર થયો છે. શ્રી મોદી તા.26ના સાંજે 7 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે તેમાં રાજભવનમાં રાત્રીરોકાણ કરશે. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કરવા હજારો બહેનો ઉમટશે. હાલમાંજ સંસદે ધારાસભા-લોકસભા 33% મહિલા અનામતને મંજુરી આપી છે અને તેની હવે દેશના મહત્વના ધારાગૃહોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે અને 27 વર્ષથી પેન્ડીંગ મહિલા અનામતને મોદી સરકારે વાસ્તવિકતા બતાવતા નારી શક્તિ વંદન અભિવાદનમાં તેમાં એરપોર્ટ પાસે જ એક ભવ્ય સમારોહમાં હાજરી આપશે. તા.27ના સવારે વડાપ્રધાન સાયન્સ સીટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રી ઈવેન્ટમાં હાજરી આપશે.
જેમાં ભાજપના તમામ સાંસદો, ધારાસભ્યો અને સંગઠનના પ્રતિનિધિઓ હાજરી આપશે. શિક્ષણનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જો છોટા ઉદેપુરના બોડેલીમાં યોજાવાનો છે. જેમાં તેઓ હાજરી આપવાના છે. બોડેલીમાં આ કાર્યક્રમ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 હજાર કરોડના શિક્ષણ કાર્યોનું લોકાર્પણ કરવાના છે.
5 હજાર કરોડના આ શિક્ષણ કાર્યોમાં ગુજરાતમાં બનેલા નવા શાળા સંકુલ, ઓરડા,લેબોરેટરી તેમજ સ્માર્ટ ક્લાસનું તેઓ લોકાર્પણ કરવાના છે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે આ શિક્ષણનો કાર્યક્રમ અન્ય કોઇ જિલ્લામાં પણ થઇ શકતો હતો. જો કે છોટા ઉદેપુર એક આદિવાસી વિસ્તાર છે અને રાજકીય રીતે આદિવાસી વિસ્તારનું ખૂબ મહત્વ રહેલુ છે. આ સાથે અનેક અન્ય મુદ્દાઓને લઇને છોટા ઉદેપુરમાં આ કાર્યક્રમ યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવનાર છે. ત્યારે બોડેલી ખાતે તેઓનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ વડોદરામાં જાહેર સભા સંબોધશે.
27, સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોડેલીમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહેનાર છે. ત્યારે વડોદરા તથા મધ્ય ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિઓની માંગ સહર્ષ સ્વીકારી તેઓ વડોદરામાં બપોરે જંગી જાહેર સભાનું સંબોધન કરશે. આ વાતની પુષ્ટિ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવી છે. આ સાથે જ શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું કે, ઐતિહાસિક મહિલા આરક્ષણ બિલ પાસ થવાને કારણે મોટી સંખ્યામાં મહિલાઓ વડાપ્રધાનનું સન્માન કરનાર છે.
વડાપ્રધાન મોદી આજે વારાણસી આવી પહોંચ્યા હતા તેમનાં હસ્તે વારાણસીમાં બંધાનાર પૂર્વાચલનાં પ્રથમ ક્રિકેટ સ્ટેડીયમનો શિલાન્યાસ થયો હતો. આ તકે તેમણે વારાણસીમાં 1565 કરોડ રૂપિયાનાં વિવિધ પ્રોજેકટોની જાહેરાત કરી હતી.આ અંગેની વિગત મુજબ આજે વડાપ્રધાન મોદીના હસ્તે વારાણસીમાં આંતર રાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે દેશનાં અનેક દિગ્ગજ ક્રિકેટરો સચીન તેંડુલકર, સુનિલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, વેંગસરકર, સહીતની ક્રિકેટ હસ્તીઓની ઉપસ્થિતિ હતી. આ સમારોહમાં બીસીસીઆઈનાં પ્રમુખ રોજર બીન્ની, ઉપાધ્યક્ષ રાજીવ શુકલા, અને સચીવ જય શાહ તેમજ અન્ય ખેલાડીઓ ઉપસ્થિત હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની રાજય સરકારે આ સ્ટેડીયમ માટેની જમીનનાં સંપાદન માટે રૂા.121 કરોડ ફાળવ્યા છે. જયારે ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડ બીસીસીઆઈ સ્ટેડીયમનાં નિર્માણ માટે રૂા.330 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.આ તકે વડાપ્રધાન મોદીના હસ્તે રૂા.1565 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેકટન ભેટની જાહેરાત કરી હતી અંતર્ગત કાશી સહીત યુપીનાં 16 અટલ આવાસીય વિદ્યાલયનું લોકાર્પણ કરાયું હતું.ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના હસ્તે જે સ્ટેડીયમના શિલાન્યાસ થયો તેની ડીઝાઈન ખાસ શિવને સંબંધીત છે. જેમાં મીડીયા સેન્ટરનો આકાર શિવના ડમરૂ જેવો છે.જયારે ડે-નાઈટ મેચ દરમ્યાન મેદાનને પ્રકાશીત કરતી ફલડલાઈટનો આકાર ત્રિશુળ જેવો છે આ સ્ટેડીયમમાં કાશીની સાંસ્કૃતિક ઝલક બતાવવા પ્રયાસ થયા છે.આ તકે યુપીનાં સીએમ યોગી આદિત્યનાથ ઉપસ્થિત હતા.આ સમારોહમાં ભારત રત્ન ક્રિકેટર સચીન તેંડુલકરે વડાપ્રધાન મોદીને મોદી લખેલુ ટીશર્ટ ભેટ આપ્યું હતું.