ભારત

ભારતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય શરુ, સામાન્ય સમય કરતાં આઠ દિવસનો વિલંબ

ભારતના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે

ભારતના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે સોમવારે આ જાણકારી આપી. એવું કહેવામાં આવ્યું છે કે આ વખતે ચોમાસાની વિદાય સામાન્ય કરતા આઠ દિવસ મોડી થઈ રહી છે. અગાઉ તેની વિદાય થવાની તારીખ 17 સપ્ટેમ્બર માનવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે 21 સપ્ટેમ્બરે સંકેત આપ્યો હતો કે 21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે. હવામાન વિભાગ મુજબ આજથી એટલે કે 25 સપ્ટેમ્બરથી રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમના ભાગોમાંથી નૈઋત્યનું ચોમાસુ પાછું ખેંચાઈ ગયું છે. અંદાજ છે કે 30 સપ્ટેમ્બર સુધી દેશમાં સિઝનનો સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે. જો કે, તે 90 થી 95 ટકા વચ્ચે હશે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાની સિઝનમાં સામાન્ય સરેરાશ 868.8 મીમી છે. IMD અનુસાર, 21 સપ્ટેમ્બર સુધી દેશમાં એકંદરે સાત ટકા ઓછો વરસાદ થયો હતો. 36 ટકા જિલ્લાઓમાં કાં તો ઓછો (સામાન્યથી 20 થી 59 ટકા ) અથવા વધુ (સામાન્યથી 59 ટકા વધુ) વરસાદ પડ્યો છે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બેના ક્લાઈમેટ સ્ટડીઝ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે આ વખતે આર્કટિક દરિયાઈ બરફને ઘણું નુકસાન થયું છે. આ ઉપરાંત, ઉત્તર ગોળાર્ધ, ખાસ કરીને ઉષ્ણકટિબંધીય એટલાન્ટિક ખૂબ ગરમ રહ્યું. આ સંજોગોએ ITCZ ​ને ઉત્તરની તરફ ખેંચી લીધું છે અને અલ નીનો પેટર્ન પશ્ચિમ પેસિફિકમાં ગ્લોબલ વોર્મિંગનો સંકેત છે.

ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન (ITCZ) ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર એ એક એવું ક્ષેત્ર છે જ્યાં બે ગોળાર્ધના પવનો એકબીજા સાથે અથડાય છે, જે સ્થિર મોસમ અને ભારે ગાજવીજ સાથે અનિયમિત હવામાનનું કારણ બને છે. જ્યારે આઈટીસીઝેડ ​​ઉત્તર તરફ આગળ વધે છે ત્યારે ભારતીય ઉપખંડમાં ચોમાસુ યથાવત ચાલુ રહેતું હોય છે. આ તમામ પરિબળો સાથે મળીને ચોમાસાના પ્રવાહની ગતિ અને ચોમાસાના ડિપ્રેશનની સાથે ઉપલા વાતાવરણીય દબાણ અને અરબી સમુદ્રમાંથી ભેજના પુરવઠાને પ્રભાવિત કરે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button