Disease X’ને કારણે નવી મહામારીનો ખતરો, કોરોના કરતાં સાત ગણો ગંભીર અને જીવલેણ બનવાની શક્યતા
આ ખૂબ ખતરનાક રોગને કારણે આશરે 5 કરોડ લોકોનું મોત થઇ શકે એવો દાવો

છેલ્લાં ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી વૈશ્વિક સ્તરે કોરોના મહામારીનું જોખમ યથાવત રહ્યું છે. યુકે-યુએસ સહિત ઘણાં દેશોમાં નવા વેરિઅન્ટ્સને લઈને જોખમ છે. આ વેરિઅન્ટ્સનો સંક્રમણ દર ઊંચો છે, અને વધારાના મ્યુટેશન્સને લીધે, જેમણે વેક્સિન લીધી હોય તેઓ અથવા જે લોકોના શરીરમાં અગાઉના સંક્રમણ પછી ઈમ્યુનિટી વિકસી હોય તેમને પણ ચેપનું જોખમ રહે છે. દરમિયાન, સ્વાસ્થ્ય નિષ્ણાતોએ લોકોને એક નવી મહામારી અંગે ચેતવણી આપી છે. વિશ્વ હજુ તો કોરોનાની ઝપેટમાંથી બહાર નીકળ્યું જ છે કે વધુ એક નવા રોગે દસ્તક આપી છે. આ રોગ ખૂબ ખતરનાક છે. આશરે 5 કરોડ લોકોનું તેનાથી મોત થઇ શકે છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ બીમારી કોરોના કરતા પણ ઘાતક સાબિત થઇ શકે એવું માનવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO)દ્વારા આ નવી મહામારીનું નામ ‘ડિસીઝ X’રાખવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર, વિશ્વભરના સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કોવિડ-19 પછી બીજી નવી મહામારીનો ખતરો હોઈ શકે છે. તેને માટે તમામ લોકોએ હવે સાવચેત રહેવાની જરૂર છે. એટલું જ નહીં, સ્વાસ્થ્ય નિષ્ણાતોએ એવી પણ ચેતવણી આપી છે કે આ નવા રોગચાળાને કારણે 50 મિલિયન (પાંચ કરોડ) થી વધુ લોકો પ્રભાવિત થઈ શકે છે. તે ચોક્કસપણે સ્વાસ્થ્ય માટે મોટું જોખમ બની શકે છે. આ મહામારી વિશ્વમાં પહેલેથી જ હાજર વાયરસથી ફેલાય તેવી શક્યતા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહામારી કોવિડ-19 કરતાં સાત ગણી વધુ ગંભીર અને જીવલેણ હોઈ શકે છે. પરિણામે ભવિષ્યમાં આરોગ્ય વિભાગ પર ભારે દબાણનો ભય છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, અલબત્ત, દરેકને આ રોગનું જોખમ માનવામાં આવે છે, પરંતુ તે ચોક્કસપણે વૈશ્વિક સ્તરે મોટી વસ્તીને અસર કરી શકે છે.
એક અહેવાલ મુજબ, નિષ્ણાતોના માનવા પ્રમાણે કોવિડ -19 (COVID-19) તો માત્ર એક શરૂઆત હોઈ શકે છે. આ બીમારીને તેના કરતા પણ ખૂબ ખતરનાક માનવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહામારી કોવિડ-19 કરતાં સાત ગણી વધુ ગંભીર અને જીવલેણ હોઈ શકે છે. પરિણામે ભવિષ્યમાં આરોગ્ય વિભાગ પર ભારે દબાણનો ભય છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, અલબત્ત, દરેકને આ રોગનું જોખમ માનવામાં આવે છે, પરંતુ તે ચોક્કસપણે વૈશ્વિક સ્તરે મોટી વસ્તીને અસર કરી શકે છે.
આ Disease X શું છે?
‘ડિસીઝ X’ જેને નવી મહામારી માટે મુખ્ય જોખમકારક માનવામાં આવે છે તે હકીકતે કોઈ રોગ નથી પરંતુ એક શબ્દ છે. WHOના સ્વાસ્થ્ય નિષ્ણાતોએ જણાવ્યું કે ‘ડિસીઝ X’શબ્દનો ઉપયોગ માનવ સંક્રમણથી વિકસતા રોગનો સંદર્ભ દર્શાવવા કરવામાં આવે છે. જોકે આગામી બીમારી કયા કારણે થશે તે અંગે મેડિકલ રિસર્ચમાં સ્પષ્ટતા નથી. WHOએ 2018માં પહેલી વખત આ શબ્દનો ઉપયોગ કર્યો હતો.



