આવતીકાલે રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયાને શ્રેણીમાં કલીન સ્વીપ કરવા કટીબધ્ધ
2020માં છેલ્લે ભારતે ઓસ્ટ્રેલિયાને 30 રને પરાજીત કર્યું હતું

આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વન-ડે મેચોની શ્રેણી પૈકીની અંતિમ મેચ રાજકોટમાં રમાશે. ભારતે શ્રેણીની પ્રથમ વન-ડે જે મોહાલીમાં રમાયેલ તે પાંચ વિકેટે અને ત્યારબાદ ઇન્દોરમાં રમાયેલ બીજી વન-ડેમાં 99 રને ઓસિઝને પરાજીત કરીને શ્રેણી કબ્જે કરી જ લીધી છે. હવે ભારત રાજકોટમાં પણ વન-ડે જીતી જો ઓસ્ટ્રેલિયાને કલીન સ્વીપ કરવા ચાહે છે.
અત્યાર સુધી બંને દેશો વચ્ચે કુલ 148 મેચો રમાઇ છે, જેમાંથી ભારતે 56 મેચોમાં વિજય પ્રાપ્ત કર્યા છે, જયારે ઓસ્ટ્રેલિયાએ 8ર વન-ડે મેચો જીત્યા છે. 10 મેચો અનિર્ણીત સમાપ્ત થવા પામી છે.
મોહાલી ખાતે રમાયેલી 1લી વન-ડેમાં ભારતે 5 વિકેટે વિજય હાંસલ કર્યો હતો. જેમાં મોહમ્મદ શામીએ શાનદાર બોલિંગ કરીને પાંચ વિકેટો ઝડપવાની સિધ્ધિ નોંધાવી હતી. ચાર બેટધરોએ ફીફટી નોંધાવી હતી જેમાં શુભમન ગીલે 63 દડામાં 74 રનની ભવ્ય ઇનિંગ્ઝ રમી હતી. ઋતુરાજ ગાયકવાડે 77 દડામાં 71 રન, સુર્યકુમાર યાદવે 50 રન બનાવ્યા ઉપરાંત રાહુલે પણ અર્ધ સર્દી નોંધાવી હતી. ડેવિડ વોર્નરે 49 દડામાં અર્ધ સદી બનાવી હતી. ભારતે 5 વિકેટ ગુમાવી 281 રન કરી મેચ જીતી હતી, ઓસિઝે 276 રન બનાવ્યા હતા. ઇન્દોર ખાતેની વન-ડે તો ગીલ, ઐયર, સુર્યકુમાર અને રાહુલ માટે યાદગાર બની રહેલ.
શુભમન ગીલે વન-ડે કારિકીર્દીની 6ઠ્ઠી સદી ફટકારી હતી. જયારે ઐય્યરે પણ 105 રન બનાવી સદી નોંધાવી હતી. ભારતે ઓસિઝને 99 રને હરાવીને શ્રેણી પર 2-0થી સરસાઇ મેળવી છે વર્ષ 2020 બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સતત 5 વન-ડેમાં પરાજીત થયું છે. અગાઉ દ.આફ્રિકા સામેની શ્રેણી છેલ્લી ત્રણેય મેચ ઓસિઝે ગુમાવી હતી.
હવે જયારે રાજકોટમાં આવતીકાલે જે મેચ રમાશે તે ઔપચારિક મેચ હશે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડયા અને કુલદીપ યાદવ રમશે જે મેચ પણ ભારત જીતીને 3-0થી શ્રેણી કબ્જે કરશે.
રાજકોટમાં 1986માં માધવરાવ સિંધિયા મેદાન પર બંને દેશો વચ્ચે પ્રથમ વન-ડે રમાઇ હતી જેમાં ઓસ્ટ્રેલિયા 7 વિકેટે જીત્યું હતું. જયારે 2020માં નવા સ્ટેડીયમમાં બંને દેશો વચ્ચે મેચ રમાયેલી જે મેચ ભારતે 36 રને જીતી હતી. ભારતે 6 વિકેટે 340 રનનો જુમલો નોંધાવ્યો તો. જયારે ઓસીઝ 304 રનમાં ઓલ આઉટ થયેલ તે મેચમાં રાહુલે 80, ધવને 96, કોહલીએ 78 અને રોહિતે 42 રન બનાવ્યા હતા. તે મેચમાં શામીએ 4 વિકેટો ઝડપી હતી. બંને દેશો વચ્ચે માત્ર એક વન-ડે સદી નોંધાયેલી છે. જે 1986માં રમણ લાંબાએ 102 રનની ઇનિંગ્ઝ રમી હતી.
2013માં ટી-20 મેચ રમાયેલ જેમાં ભારત 4 વિકેટે જીત્યુ હતું યુવરાજસિંઘે અણનમ 77 રન બનાવ્યા હતા. ફિન્ચે 89 રનની ઇનિંગ્ઝ રમી હતી આ રીતે રાજકોટમાં ભારતનો વન-ડે તેમજ ટી-20 મેચોમાં 1-1 વિજય થયો છે, જયારે ઓસ્ટ્રેલિયાને પણ 1 વિજય પ્રાપ્ત થયો છે.
હવે જયારે બંને દેશો વચ્ચેનો રાજકોટ જંગ આવતીકાલે રમાશે ત્યારે ગીલ, રોહિત અને વિરાટ મોટી ઇનિંગ્ઝ માટે આશાવાદી છે. સંભવત: કુલદીપ યાદવ વિનીંગ ફેકટર પણ બની શકે તેમ છે. વિશ્વકપ અગાઉ બંને દેશો વચ્ચેની આ છેલ્લી શ્રેણી છે, જે છેલ્લી બે શ્રેણી ઓસીઝે અનુક્રમે દ. આફ્રિકા અને ભારત સામે ગુમાવી છે. જયારે ભારતે એશિયા કપ જીત્યા બાદ ઘર આંગણે ઓશિઝને હરાવ્યું છે.
રાજકોટનાં નવા સ્ટેડીયમમાં ભારતનો શ્રેષ્ઠ સ્કોર 8 વિકેટે 340 રનનો ઓસ્ટ્રેલિયા સામે જ રહ્યો છે, જે 2૦૨ 0માં નોંધાયો હતો. જયારે કુલ 4 વખત આ મેદાન પર 300 પ્લસ ટીમ જુમલા અલગ-અલગ ટીમોએ નોંધાવ્યા છે. રાજકોટમાં માત્ર બે ટેસ્ટ મેચો પણ રમાઇ છે, ઇંગ્લેન્ડ સામેની 2016ની ટેસ્ટ ડ્રો થવા પામી હતી. જયારે 2020માં રમાયેલી વિન્ડીઝ સામેની ટેસ્ટ ભારતે 1 દાવ અને 272 રને જીતી હતી.
માધવરાવ સ્ટેડીયમ ખાતે 12 વન-ડે મેચો રમાઇ છે. જેમાંથી ભારતે 11 મેચોમાં ભાગ લીધો છે. ભારતે 11 મેચોમાંથી 6 મેચોમાં વિજય મેળવ્યો છે. જયારે નવા મેદાન પર 3 વન-ડે રમાઇ છે. તેમાંથી ભારતે માત્ર એકમાં વિજય પ્રાપ્ત કર્યો છે. હવે જયારે આ મેદાન પર ભારત ઓસ્ટ્રેલિયા સામે બીજી વખત ટકરાઇ રહ્યું છે, ત્યારે ભારત ઓસ્ટ્રેલિયાને બીજી વખત હરાવવા ઇચ્છુક છે.
છેલ્લે 2020માં ભારત 30 રને વિજેતા થયું હતું. ભારત માટે કલીન સ્વીપ માટે ઉતમ તક છે. વિશ્વકપ અગાઉ ભારતીય ખેલાડીઓ ફોર્મમાં આવી જતા વિજય માટે ખાસ સંઘર્ષ કરવો પડે તેમ નથી, અલબત સ્ટીવ સ્મીથ, લાંબુસન, ડેવિડ વોર્નર, હેઝવીવુડ, એબોટથી ચેતવા જેવું તો