એક મૂર્તિ 51 ઈંચ લાંબી અને બીજી રામલલ્લાનાં 4 થી 5 વર્ષના બાળ સ્વરૂપની સ્થાપિત કરાશે
ટ્રસ્ટના મહાસચીવ ચંપતરાયનાં જણાવ્યા મુજબ મંદિરમાં દર વર્ષે રામનવમીનાં દિવસે બપોરે 12 વાગ્યે સુર્યના કિરણો શ્રીરામની મૂર્તિ પર પડે તેવી વ્યવસ્થા કરાઈ છે.

અત્રે રામ જન્મભૂમિ પર રામ મંદિરનું પૂરજોશમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.જેમાં પ્રગતિની નવી તસ્વીર બહાર આવી છે. ગ્રાઉન્ડ ફલોરની સાથે મંદિરનાં ફર્સ્ટ ફલોરનું નિર્માણ પણ ઝડપથી ચાલી રહ્યું છે.તેના ગુંબજોનું નિર્માણ પણ 50 ટકા જેટલુ પુરૂ થઈ ગયુ છે.ગર્ભગ્રહ પુરી રીતે તૈયાર થઈ ગયુ છે. તેમાં ફર્શનું કામ આવતા મહિના સુધીમાં પુરૂ થઈ જશે.મંદિર નિર્માણ સમિતિનાં અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું છે કે શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આવતા વર્ષે 22 જાન્યુઆરીએ થશે.
રામ મંદિરનાં ગર્ભગૃહમાં રામલલાની બે મુર્તિઓ સ્થપાશે. જેમાં એક 51 ઈંચ લાંચી અને બીજી 4 થી 5 વર્ષનાં રામલલ્લાનાં રૂપની પ્રતિમા સ્થપાશે મૂર્તિઓનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી ડો.અનિલ મિશ્રનાં જણાવ્યા મુજબ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા આવતા વર્ષે 16 થી 24 જાન્યુઆરી દરમ્યાન થશે જે પીએમ મોદીનાં કાર્યક્રમ મુજબ નકકી થશે.
ડો.મિશ્રાના જણાવ્યા મુજબ મંદિરના કમ્પાઉન્ડ વોલનુ નિર્માણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. જેની લંબાઈ 800 મીટર અને પહોળાઈ 14 ફૂટ છે. કમ્પાઉન્ડ વોલની દિવાલ રામકથાના મ્યુરલસ્થી સજાવવામાં આવશે સાથે સાથે દેવી-દેવતાઓનાં 6 નાના મંદિર પણ બનશે.



