ભારત

રાજ્યમાં સરકારની જુદી જુદી યોજનાઓના કારણે બેંકોમાં વધારે ખાતા ખુલતા બેંકોમાં કામનું ભારણ વધ્યું છે. શાખાઓના વિસ્તારના પ્રમાણમાં બેંકોમાં પુરતા સ્ટાફની નિમણુંક નહીં થતાં બેંક વકર્સ યુનિયન દ્વારા રાજ્યભર જુદી-જુદી તારીખોએ હડતાળનું એલાન જાહેર કર્યું છે

બેંકોના કાયમી પ્રકારના કામને કરારી કર્મચારીને આપી આઉટ સોર્સ કરવામાં આવે છે જેથી આવા કર્મચારીઓ દિવસીય કરારના ફાયદાથી વંચિત રહે આના કારણે બેંકોમાં વર્ષોવર્ષ કલાર્ક, પટ્ટાવાળાની ભરતીનું પ્રમાણ ઘટતું જાય છે

રાજ્યમાં સરકારની જુદી જુદી યોજનાઓના કારણે બેંકોમાં વધારે ખાતા ખુલતા બેંકોમાં કામનું ભારણ વધ્યું છે. શાખાઓના વિસ્તારના પ્રમાણમાં બેંકોમાં પુરતા સ્ટાફની નિમણુંક નહીં થતાં બેંક વકર્સ યુનિયન દ્વારા રાજ્યભર જુદી-જુદી તારીખોએ હડતાળનું એલાન જાહેર કર્યું છે.

બેંકોના કાયમી પ્રકારના કામને કરારી કર્મચારીને આપી આઉટ સોર્સ કરવામાં આવે છે જેથી આવા કર્મચારીઓ દિવસીય કરારના ફાયદાથી વંચિત રહે આના કારણે બેંકોમાં વર્ષોવર્ષ કલાર્ક, પટ્ટાવાળાની ભરતીનું પ્રમાણ ઘટતું જાય છે અને બેંકોમાં વાસ્તવિક રીતે કલાર્ક-સફાઇ કર્મચારીની ભરતી પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે આને કારણે બહોળા પ્રમાણમાં હંગામી અને છૂટક કર્મચારીઓને પુરતા વેતન વગર ભરતી કરવામાં આવે છે.

સરકારની આ પ્રકારની નીતિનો વિરોધ કરવા ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસો.એ તા.4 ડીસે. એસબીઆઇ, પંજાબ નેશનલ બેંકની દેશવ્યાપી હડતાળ, 5 ડિસે. બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયાની દેશ વ્યાપી હડતાળ, 6 ડિસે. કેનેરા બેંક અને સેન્ટ્રલ બેંકની દેશ વ્યાપી હડતાળ, 7 ડિસે. ઇન્ડિયન બેંક અને યુકો બેંકની દેશ વ્યાપી હડતાળ, 8 ડિસે. યુનિયન બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં દેશ વ્યાપી હડતાળ, 11 ડિસે. ખાનગી બેંકોમાં દેશ વ્યાપી હડતાળ, 2 જાન્યુઆરી તમિલનાડુ, કેરાલા, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, પોંડેચેરી, આંદાબાન-નિકોબાર સહિતમાં હડતાળ, 3 જાન્યુ. મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, દિવ, દમણ બેંકોમાં હડતાળ, 5 જાન્યુ. દિલ્હી, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ દરેક બેંકોમાં હડતાળ, 6 જાન્યુ. વેસ્ટ બંગાળ, ઓડિસા, બિહાર, ઝારખંડ, આસામ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, સીક્કમ રાજ્યમાં બેંકની હડતાળ, તા.19,20 જાન્યુઆરી બે દિવસની દેશ વ્યાપી બેંક હડતાળનું એલન આપવામાં આવ્યું છે તેમ ગુજરાત બેંક વકર્સ યુનિયનના મહામંત્રી કે.પી. અંતાણીની યાદીમાં જણાવાયું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button