પાકિસ્તાનના બલુચીસ્તાનમાં શક્તિશાળી વિસ્ફોટમાં 52થી વધુ લોકોના મોત થયા છે અને 130થી વધુ ઘવાયા છે
ઈદના પવિત્ર દિનેજ આતંકીઓ ત્રાટકયા : 130થી વધુ ઘાયલ: બલુચીસ્તાનમાં એક મસ્જીદ નજીક આત્મઘાતી હુમલા માટે ખુદની જાતને ઉડાવી: અનેક ગંભીર: મૃત્યુઆંક વધશે

પાકિસ્તાનના બલુચીસ્તાનમાં શક્તિશાળી વિસ્ફોટમાં 52થી વધુ લોકોના મોત થયા છે અને 130થી વધુ ઘવાયા છે. જેમાં અનેકની હાલત ગંભીર છે જેથી મૃત્યુઆંક ઉંચો જઈ શકે છે. બલુચીસ્તાનના મસ્તુંગ જીલ્લામાં આજે ઈદની નમાઝ માટે મસ્જીદ પાસે સેકડો લોકો એકત્ર થયા હતા
તે સમયે જ ભીડ વચ્ચે અચાનક જ શક્તિશાળી વિસ્ફોટ થતા અનેક લોકોના ચિથરા ઉડી ગયા અને ચારે તરફ લોકો લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. તુર્તજ બચાવ કામગીરી ચાલુ. આ એક આત્મઘાતી હુમલો હતો અને તેઓ જમીયત ઉલેમા એ ઈસ્લામ ફઝાના વડા હાફીસ અબ્દુલ્લા પણ ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ છે. આજે પૈગંબર મુહમ્મદના જન્મદિને મદીના મસ્જીદ પાસે આ ઘટના બની હતી.
આત્મઘાતી હુમલા માટે અહી બંદોબસ્ત માટે પહોંચેલા ડીએસપીની કાર પાસે પહોંચી ખુદને ઉડાવ્યો હતો. જો કે તે સમયે પોલીસ અધિકારી દુર હતા. હજું સુધી આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને સ્વીકારી નથી. 130 ઘાયલોને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા છે જેમાં અનેકની હાલત ગંભીર છે અને મૃત્યુઆંક અત્યંત ઉંચો જશે તેવો ભય છે.