રમત ગમત
એશિયન ગેમ્સમાં ભારતે જીત્યો વધુ એક સિલ્વર મેડલ, જાણો વિગત
એશિયન ગેમ્સનો આજે સાતમો દિવસ છે. ભારતને શૂટિંગમાં આજે દિવસનો પહેલો મેડલ મળ્યો છે

એશિયન ગેમ્સનો આજે સાતમો દિવસ છે. ભારતને શૂટિંગમાં આજે દિવસનો પહેલો મેડલ મળ્યો છે. સરબજોત અને દિવ્યાની જોડીએ મિશ્ર વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતીય જોડીએ ફાઇનલમાં સારી શરૂઆત કરી હતી, પરંતુ અંતમાં ચીનના શૂટર્સને હરાવી શકી ન હતી. ચીને આ મેચ 16-14ના માર્જીનથી જીતી લીધી હતી. જ્યોતિ યારાજીએ ફાઇનલમાં જગ્યા બનાવી ભારતીય એથ્લેટ જ્યોતિ યારાજી ફાઈનલમાં પહોંચી ગઈ છે. તેણે 100 મીટર હર્ડલ્સ રેસ 13.03 સેકન્ડમાં પૂરી કરી હતી. હવે તે રવિવારે સાંજે ગોલ્ડ મેડલના ટ્રેક પર ઉતરશે. છઠ્ઠા દિવસે ભારત પાસે કેટલા મેડલ હતા 19મી એશિયન ગેમ્સમાં છઠ્ઠા દિવસના અંતે ભારતના કુલ મેડલની સંખ્યા હવે 33 પર પહોંચી ગઈ છે, જેમાં 8 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે અને ભારત મેડલ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે.
Poll not found