આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલ 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીનો આશાવાદ ઓઈલ કંપનીઓ માટે એક સાથે મુસીબત ડોલર સામે રૂપિયો નબળો, રશિયન સપ્લાય ઘટી, ઉંચા વ્યાજદરની પણ અસર

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ભાવ ફરી ઉંચા થવા લાગતા અને લાંબો સમય સુધી હવે ક્રુડતેલ મોંઘુ રહેવાની ધારણાઓ વચ્ચે પણ દેશમાં હાલ પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે નહી ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ઓઈલ માર્કેટીંગ કંપનીઓ હાલ મોંઘા ક્રુડતેલ તથા રૂપિયો પણ ડોલર સામે મોંઘો બનતા તેનાથી આયાત મોંઘી બની રહી છે.
છેલ્લા એક માસમાં ક્રુડતેલના ભાવમાં 14% જેવો ઉછાળો નોંધાયો તે 100 ડોલર પ્રતિ બેરલના ભાવ સુધી પહોંચી ગયા છે તે વચ્ચે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી શ્રી હરદીપસિંહ પુરીના જણાવ્યા મુજબ ઘરેલું બજારમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાની શકયતા નથી.
કેન્દ્રીય મંત્રીના આ વિધાન દેશના વપરાશકર્તાઓ માટે મોટી રાહત છે. એક તરફ ફુગાવો ફરી ઉંચો જવા લાગ્યો છે અને મોંઘવારી વધશે તેવો ભય છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ છેલ્લી બે સમીક્ષામાં વ્યાજદર યથાવત રાખ્યા છે પણ જે રીતે ફુગાવો વધે છે તે જોતા રિઝર્વ બેન્ક પર વ્યાજદર વધારાનું દબાણ વધશે જેના કારણે હાલ મોંઘા ધિરાણ ફરી મોંઘા થઈ શકે છે. તે સમયે જૂનથી નવેમ્બર અંત સુધીમાં પેટ્રોલ-ડિઝલના ભાવ 30% જેટલા વધી ગયા છે.
સાઉદી અરેબીયા અને ઈરાકે પ્રોડકશન કાળની જે નીતિ જાહેર કરી હતી તે હવે અસર દેખાડી રહી છે તો બીજી તરફ યુરોપમાં ઉર્જા સંકટ યથાવત છે. આમ અનેક કારણો અસર કરી રહ્યા છે.
ઓઈલ કંપનીઓ માટે હવે મોંઘુ ક્રુડતેલ ખરીદવું એ ફરજ પડી રહી છે. રશિયન ક્રુડતેલ જે યુક્રેન યુદ્ધ પછી મળતું હતું તે હવે પુરવઠો ઘટયો છે અને તેના ભાવમાં વધારો થયો છે તો ભારત-રશિયા વચ્ચે જે ડોલરના બદલે રૂબલ રૂપિયાની સમજુતી હતી તે હવે શકય રહી નહી.
ઓઈલ કંપનીઓ હાલ પ્રતિ લીટર રૂા.7 પેટ્રોલ-ડિઝલના ભાવ ગુમાવે છે. આમ અનેક ફેકટર કામ કરે છે પણ દેશમાં હવે ચુંટણીની મોસમ ચાલુ થાય છે તેથી સરકાર ભાવ વધારાનું જોખમ લેશે નહી.



