ગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે અને રૂા.3000 કરોડ જેટલા વિકાસ કામોને તેઓ લોકાર્પણ કરશે અને આરએસએસના વડા મોહન ભાગવત સાથે આજે સાંજે બેઠક યોજાઇ તેવી શકયતા

છેલ્લા એક સપ્તાહથી અમદાવાદમાં કેમ્પ કરી બેસેલા સંઘ વડાએ બંધબારણે બેઠકોનો દૌર ચલાવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે અને રૂા.3000 કરોડ જેટલા વિકાસ કામોને તેઓ લોકાર્પણ કરશે. જયારે બીજી તરફ આરએસએસના વડા મોહન ભાગવત પણ હાલ અમદાવાદમાં છે અને આજે સાંજે બંને વચ્ચે બેઠક યોજાઇ તેવી શકયતા છે. છેલ્લા એક સપ્તાહથી અમદાવાદમાં કેમ્પ કરીને બેઠેલા મોહન ભાગવતે ગઇકાલે અમદાવાદના સંઘના વડા મથક ખાતે બંધબારણે બેઠક કરી હતી અને સંઘના વિવિધ સંગઠનોના અપેક્ષીત પ્રતિનિધિ હાજર હતા. જયારે આજે સાંજે અમિત શાહ અને મોહન ભાગવત વચ્ચે એક બેઠક યોજાઇ તેવા સંકેત છે. હાલમાં જ અમિત શાહ રાજસ્થાનની મુલાકાતે ગયા તે સમયે ચૂંટણી વ્યવસ્થામાં સંઘની જે ભૂમિકા હોય છે તેમાં કેટલીક બાબતોમાં અમિત શાહે નારાજગી વ્યકત કરી હતી અને તેઓ સંઘના કેટલાક પ્રતિનિધિઓ સાથે ખાસ તાકીદ પણ કરી હતી.

માનવામાં આવે છે કે, રાજસ્થાનમાં જે રીતે સંઘની ભૂમિકા છે તેનાથી અમિત શાહ નારાજ છે અને તેથી તેઓ આ મુદે તેઓ વાતચીત કરશે તેમ મનાય છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપની સ્થિતિ થોડી પાતળી હોવાનો સંકેત છે અને પક્ષે તમામ તાકાત કામે લગાડી છે અને હવે સંઘની ભૂમિકા પણ વધશે તે સંકેત છે.

બીજી તરફ આરએસએસના વડાએ તા.2 સુધી ગુજરાતમાં કેમ્પ કર્યો અને જે રીતે અલગ અલગ બેઠકો કરી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. તેમનો આ સૌથી મોટું રોકાણ ગણવામાં આવે છે અને સંઘની કેટલીક સાથી સંસ્થાઓ અને ભાજપ વચ્ચે જે મતભેદો બહાર આવ્યા છે તે અંગે પણ તેઓએ ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button