ગુજરાત

જેલમાં બંધ તથ્ય પટેલને છોડાવવા મથતા એડવોકેટ નિશાર વૈદ્ય પોતે મુશ્કેલીમાં, પોલીસમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પોતાની જગુઆર કારને પૂરપાટ ઝડપે હંકારીને 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલ હાલ જેલના સળિયા પાછળ છે. તથ્ય પટેલની સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ જેલમાં છે. બંનેને બહાર કાઢવા માટે કેસ લડનારા વકીલ નિશાર વૈદ્ય હવે પોતે પણ મુશ્કેલીમાં ફસાયા છે અને શાહપુર પોલીસ સ્ટેશનમાં તેમની સામે ખોટું

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પોતાની જગુઆર કારને પૂરપાટ ઝડપે હંકારીને 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલ હાલ જેલના સળિયા પાછળ છે. તથ્ય પટેલની સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ જેલમાં છે. બંનેને બહાર કાઢવા માટે કેસ લડનારા વકીલ નિશાર વૈદ્ય હવે પોતે પણ મુશ્કેલીમાં ફસાયા છે અને શાહપુર પોલીસ સ્ટેશનમાં તેમની સામે ખોટું સોગંદનામું કરવાનો ગુનો નોંધાયો છે.હકીકતમાં ગુજરાત હાઈકોર્ટમાં દવાનો સ્ટોર ચલાવતા નિધીશ કંસારાએ અરજી કરીને ભૂમિષ્ટ પટેલ અને નરેન્દ્ર પટેલે બનાવટી દસ્તાવેજોથી ડ્રગ્સ લાઈસન્સ લીધું હોવાની ફરિયાદ કરી હતી. આ કેસમાં આરોપીઓ તરફથી એડવોકેટ નિશાર વૈદ્ય દ્વારા આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. જોકે બંને આરોપી વિદેશમાં હોવા છતાં વીડિયોથી તેમને સોંગદ લેવડાવીને સોલંદનામામાં તેની સહીઓ કરાતા ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા પોલીસને ખોટું સોગંદનામું કરવા પર એડવોકેટ નિશાર વૈદ્ય સામે ફરિયાદ નોંધવા આદેશ કરાયો હતો.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button