કોંકણ-મુંબઇ રેલવે રૂટ પર માલગાડી ખડી પડતા મહારાષ્ટ્રના પનવેલ નજીક કોચી-ઓખા ટ્રેનને રોકી દેવાતા કેરલ પ્રવાસેથી પરત ફરી રહેલા મારવાડી કોલેજના 80 વિદ્યાર્થીઓ સહિત સૌરાષ્ટ્રના 400 પ્રવાસીઓ 10 કલાક ભૂખ્યા-તરસ્યા અટવાય પડયા હતા
કોંકણ-મુંબઇ રેલ રૂટ પર માલગાડીના વેગન ખડી પડતા મુસાફર ટ્રેનને કલાકો સુધી રોકી દેવાઇ હતી

કોંકણ-મુંબઇ રેલવે રૂટ પર માલગાડી ખડી પડતા મહારાષ્ટ્રના પનવેલ નજીક કોચી-ઓખા ટ્રેનને રોકી દેવાતા કેરલ પ્રવાસેથી પરત ફરી રહેલા મારવાડી કોલેજના 80 વિદ્યાર્થીઓ સહિત સૌરાષ્ટ્રના 400 પ્રવાસીઓ 10 કલાક ભૂખ્યા-તરસ્યા અટવાય પડયા હતા. દરમિયાન આ બાબતની જાણ થતાં જ વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને વાકેફ કરી વિદ્યાર્થીઓ માટે મદદ માંગી હતી.
જે બાદ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તુરંત જ રેલવેના જનરલ મેનેજર તેમજ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષને વાત કરતાં તત્કાલ રેલવે તંત્ર દ્વારા મારવાડી કોલેજના 80 વિદ્યાર્થીઓ સહિત સૌરાષ્ટ્રના 400 પ્રવાસીઓને રેલવે તંત્ર દ્વારા ભોજન-પીવાના પાણી સહિતની સુવિધા તત્કાલ પુરી પાડવામાં આવી હતી. કોંકણ-મુંબઇ રેલવે રૂટ પર માલગાડી ખડી પડતા કોચી-ઓખા ટ્રેનને મહારાષ્ટ્રના પનવેલ સહિતના બે સ્ટેશનો વચ્ચે થંભાવી દેવામાં આવી હતી જેના કારણે મુસાફરોને પીવાના પાણી અને ભોજનના સાંસા થઇ પડયા હતાં.
મળતી વિગતો અનુસાર રાજકોટની મારવાડી યુનિ.ના 80 વિદ્યાર્થીઓ કેરલના આ શૈક્ષણિક પ્રવાસે ગયા હતા ત્યાંથી કોચી-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં સૌરાષ્ટ્રના 400 પ્રવાસીઓ સાથે રાજકોટ પરત ફરી રહ્યા હતાં. આ દરમિયાન કોંકણ મુંબઇ રૂટ પર માલગાડી ખડી પડતા મહારાષ્ટ્રના પનવેલ નજીક આ ટ્રેન કોચી-ઓખા ટ્રેનને ગઇકાલે સવારના 7 વાગ્યાથી અટકાવી દેવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ ભૂખ્યા-તરસ્યા પરેશાન બની ગયા હતાં. 12 કલાકથી વધુ સમય વિત્યા બાદ કોઇ જવાબદાર વ્યકિત ટ્રેન ક્યારે ઉપડશે તે બાબતે જવાબ આપી રહ્યા ન હતા. આ દરમિયાન વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતને બાબતે મદદ માગી કે અમને સ્વખર્ચે ખાનગી બસમાં પણ જવા નથી દેતા.
જો કે ત્યાં ભારે વરસાદ પણ ચાલુ હોવાથી તેઓના વાલીઓ પણ ચિંતામાં મુકાયા હતા. વિદ્યાર્થી નેતાએ ગંભીર બાબતની ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલને વાકેફ કરી વિદ્યાર્થીઓને મદદની રજૂઆત કરતા શક્તિસિંહે સંબંધિત સેન્ટ્રલ રેલવેના અધિકારી સાથે તાકિદે વાત કરીને કેન્દ્રીય રેલવેમંત્રીનું પણ ધ્યાન દોર્યુ હતું અને તત્કાલ નિરાકરણ માટે રજૂઆત કરી હતી. સાંસદ ગોહિલે ટ્વીટ કરી સમગ્ર બાબત રાજ્ય સરકારના ધ્યાને પણ આ બાબતે આ મુદો ચર્ચાસ્પદ બન્યો હતો.
જો કે આ બાબતે રેલવે તંત્રના ધ્યાને મુકયાના એક કલાક બાદ રેલવે સ્ટેશનના અધિકારીઓ વિદ્યાર્થીઓ માટે ફૂડ પેકેટ લઇને કોચ સુધી પહોંચ્યા હતા અને કોઇપણ સમસ્યા હોય તે જણાવતા કહ્યું હતું મુંબઇ રેલવે સ્ટેશન પર પહોંચ્યા બાદ રેલવેના ટોચના અધિકારીઓ વિદ્યાર્થીઓ માટે ફૂડ પેકેટ લને કોચ સુધી પહોંચ્યા હતા અને કોઇપણ સમસ્યા હોય તે જણાવવા કહ્યું હતું મુંબઇ રેલવે સ્ટેશન પર પહોંચ્યા બાદ રેલવેના ટોચના અધિકારીઓ આ વિદ્યાર્થીઓ સુધી આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને જમવા આગ્રહ કરી હાલચાલ પૂછ્યા હતા. રાજ્યસભા સાંસદ ગોહિલને આ વાત ધ્યાને આવ્યા બાદ કલાકમાં જ ટ્રેનની જે તે ખામી ફટાફટ દૂર કરાતા ટ્રેન આગળ ધપી હતી અને વિદ્યાર્થીઓ આજ સવારથી આ ટ્રેન મારફતે પોહંચેલ હતી.
મહારાષ્ટ્રમાં માલગાડીના વેગન ખડી પડતા અવરોધાયેલા રેલ માર્ગમાં કોચ્ચી-રાજકોટ ટ્રેન પણ કલાકો સુધી અટવાઇ હતી. મારવાડી કોલેજના સુત્રોએ કહ્યું કે, આજે સવારે તમામ 80 વિદ્યાર્થીઓ સુખરૂપ પરત આવી ગયા છે. વિદ્યાર્થીઓ સાથે બે પ્રોફેસર પણ હતા જેઓ આઠ દિવસના કેરળ પ્રવાસે ગયા હતા.
ટ્રેન મોડી પડવાને કારણે ગઇકાલે રવિવારને બદલે આજે સવારે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ પોતપોતાના વાલીઓ તથા કોલેજ સંચાલકો સાથે સંપર્કમાં હતા જ એટલે ચિંતા જેવું કાંઇ નહતું. ટ્રેન અધવચ્ચે કલાકો સુધી થંભી ગ હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે તે સ્વાભાવિક છે. રેલવે વિભાગના સૂત્રોએ કહ્યું કે મહારાષ્ટ્રમાં રેલ દુર્ઘટનાને કારણે રાજકોટની આ ટ્રેન 15.45 કલાક મોડી આવી છે. રવિવારને બદલે આજે સવારે પહોંચી હતી.
કોંગ્રેસના સાંસદ શકિતસિંહ ગોહિલે રેલવેમંત્રીનું ધ્યાન દોરી તંત્રને ઢંઢોળતા તાબડતોડ ‘નાસ્તા’ની વ્યવસ્થા થઈ
રાજકોટ તા.2 : કોચી-ઓખા ટ્રેન મહારાષ્ટ્રના પનવેલ પાસે અટવાય પડતા રાજયસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહિલે આ અંગે કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શના જરદોશનું ધ્યાન દોરી તંત્રને ઢંઢોળવામાં આવેલ હતું. જેના પગલે રેલ્વેના અધિકારીઓએ અધવચ્ચે અટવાય પડેલી આ ટ્રેન પર તાબડતોબ દોડી આવી વિદ્યાર્થીઓને ભોજન-નાસ્તા પાણી સહિતની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સાંસદ શકિતસિંહ ગોહિલે પણ આ અંગે ટવીટર પર ટવીટ કયુર્ં હતું.