શું જામીન સમયે આરોપીને લોકેશન-લાઈવ શેર કરવાની ફરજ પાડી શકાય
પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવી અલગ બાબત : સતત ટ્રેસ કરવુ તે સ્વીકાર્ય કેમ બનશે

જામીન’ પર છુટેલા કે આજીવન કેદ સહીતની સજા ભોગવી રહેલા કેદી ફર્લો કે પેરોલ પર જેલની બહાર નિકળે તે પછી તે નાસી ના જાય કે અપરાધના સ્થળ પર જઈને કોઈ પૂરાવાનો નાશ કરે નહિં તેમાં કેદી-કે આરોપી પર વોચ રાખવા માટે તેનુ લોકેશન-શેર-કરવાનાં મુદ્દે હવે સર્વોચ્ચ અદાલત સુનાવણી કરીને અનેક દેશોમાં જેલ બહાર નીકળતા કેદીઓને લોકશન બેલ્ટ-પહેરવો ફરજીયા છે જેથી તેની મુવમેન્ટ પર વોચ રહી શકે પણ ભારતમાં હજુ આ પ્રકારનો કોઈ કાનુન નથી તે સમયે જામીન પર છુટેલા એક વ્યકિતને મોબાઈલ મારફત તેનુ લોકેશન શેર કરવા પોલીસે જણાવતા તે મુદો હવે ગુપ્તતાનાં અધિકારનો ભંગ ગણાય છે કે કેમ તેના પર સર્વોચ્ચ અદાલત નિર્ણય લેશે.
સુપ્રિમ કોર્ટનાં ન્યાયમુર્તિ અભય સોકાના વડપણ હેઠળની ખંડપીઠે આ અંગે એન્ફોર્સમેન્ટ વિભાગને નોટીસ ફટકારી છે દિલ્હી હાઈકોર્ટે જામીનના એક ચુકાદામાં જે આરોપી હતા તેની જામીન શરતમાં તેનુ લોકેશન ઈડી સાથે શેર કરવા જણાવ્યું હતું. મની લોન્ડ્રીગનાં કેસમાં સુપ્રિમ કોર્ટે કહ્યું કે એક વખત વ્યકિતને જામીન પર છોડવામાં આવે તો ચોકકસ શરતો મુકી શકો પણ અહી જામીન આપતા સમયે તેની મુવમેન્ટ પણ ટ્રેક કરો છો.
શું તે ગુપ્તતાનાં અધિકારનો ભંગ નથી ઈડી વતી દલીલ કરતાં ધારાશાસ્ત્રીએ જણાવ્યું કે અગાઉ પણ જામીન શરતોમાં જે આરોપી હોય તેણે ચોકકસ સમયે પોલીસ સ્ટેશન કે એજન્સી પાસે હાજરી પુરાવવાની શરત લદાય છે અને હવે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. અને તે રીતે હાજરી ચકાસાય છે.
જોકે સુપ્રિમ કોર્ટે આ તર્ક સાથે સહમત નહી થતા કહ્યું કે કોઈની પણ મુવમેન્ટ ટ્રેક કરવી એ અને તે પણ સતત ચોવીસેય ક્લાક ટ્રેક કરવી તે જુદી બાબત છે. એજન્સીએ આ શર મુકવા માટેનું યોગ્ય કારણ આપવુ પડશે.સુપ્રિમ કોર્ટે આ જામીન સામે સ્ટેનો ઈન્કાર કરી તેની સાથે જોડાયેલી આ શરત પણ સસ્પેન્ડ કરી હતી.
શકિત ભોગ કંપનીનાં માલીક રમણ ભુરાટીયા સામે રૂા.3200 કરોડના મની લોન્ડ્રીંગ કેસમાં જામીન આપતા સમયે દિલ્હી હાઈકોર્ટે શરત રાખી હતી કે આરોપીએ તેના મોબાઈલમાં ગુગલ પીન લોકેશન એજન્સી સાથે શેર કરવાનું રહેશે હવે તે જામીનનાં તમામ સમયે કરવાનું રહેશે.



