ભારત

ન્યુ જર્સી, અમેરિકા અમેરિકાની ધરતી પર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિરનું નિર્માણ બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.

બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિરનું નિર્માણ અમેરિકાના ન્યુજર્સીમાં કરવામાં આવ્યું છે.

અમેરિકાની ધરતી પર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિરનું નિર્માણ બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. અદભુત બનાવેલ મંદિરના ઉદઘાટન પ્રસંગે સાંજ સમાચાર ના એક્ઝિક્યુટિવ એડિટર કરણભાઈ શાહને ખાસ આમંત્રણ પાઠવવામાં આવેલ અને તેઓ હાલ અમેરિકામાં છે. ગઈકાલે તેઓએ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી, પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી, પૂજ્ય વિવેક જીવન સ્વામી સહિતના સંતો સાથે મુલાકાત કરી હતી અને માહિતી મેળવી હતી.અક્ષરધામ મહામંદિરમાં ૩૦ ઓગસ્ટ રક્ષાબંધના પવિત્ર પર્વ પર પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવેલ.અક્ષરધામ મહોત્સવ દરમ્યાન અમેરિકામાં જન્મેલા અને અહી જ જેનો ઉછેર થયો છે તેવા ૩૦ યુવાનોએ ગઈકાલે પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી. આ તમામ યુવાનોએ તેમના માતા પિતાની અનુમતિ, ત્રણ વર્ષ સુધી સાધુ જીવન ની ટ્રેનિંગ અને એક વર્ષની પાર્ષદ દીક્ષા બાદ જ ભગવતી દીક્ષા અપાઈ છે. આ તમામ સંતો એન્જિનિયર, ડોકટર, મેડિકલ સાયન્સ, સહિતના ઉચ્ચ અભ્યાસ કર્યો છે.

અમેરિકાના અક્ષરધામ જે ૧૮૫ એકરમાં ફેલાયેલું છે તેના નિર્માણ કાર્યમાં નોર્થ અમેરિકાના ૧૨૫૦૦ સ્વયમસેવકો સેવામાં જોડાયા હતા, જેમા અનેક ટેક કંપનીઓ લિંકડ ઈન, ગૂગલ, એમેઝોનના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. તેઓ સત્સંગી હોવાથી સેવભાવથી નિર્માણકાર્યમાં જોડાયા હતા. અનેક લોકો જેઓએ ડોકટર, એન્જિનિયર, મોટી કંપનીમાં જોબ કરતા હોય તેવા લોકોએ મહિનાઓ સુધી સેવા આપી હતી.

૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સનાતન ધર્મની ઉજવણી જેમાં નોર્થ અમેરિકાના ૬૦૦ થી વધુ નાના મોટા હિન્દુ ધર્મના મંદિરોના મહંત ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યા રામ મંદિરના કોષાધ્યક્ષ પણ ઉપસ્થિત હતા.
૨ ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે નોન વાયોલન્સ ડે ઉજવાયો
૪ ઓકટોબરના રોજ વિવિધ ધર્મોના ધર્મ ગુરૂની ઉપસ્થિતિમાં હાર્મની ડે ઉજવાશે
૫ ઓકટોબરના રોજ ન્યુ જર્સી, એટલાન્ટા અને ન્યુ યોર્ક રાજ્યના લોકો દ્વારા વિશેષ ઉજવણી કરાશે
૬ ઓકટોબરના રોજ અક્ષરધામ મંદિરનાં પ્રણેતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ દિવસની ઉજવણી કરાશે.
૭ ઓકટોબરના રોજ પરમ ગુરુદેવ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જન્મદિવસ નિમિતે ઉજવણી કરાશે
૮ ઓકટોબરના રોજ ભવ્ય મંદિરનું ઉદઘાટન અને ધાર્મિક આયોજનો થશે.

બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિરનું નિર્માણ અમેરિકાના ન્યુજર્સીમાં કરવામાં આવ્યું છે. અદભુત મંદિરનું નિર્માણ ૧૮૫ એકર જમીનમાં કરવામાં આવ્યું છે. ત્યારે જે પાંચ સંતો છે જેને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સ્વપ્નને પૂરું કર્યું છે તેમાંથી એક એવા પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી સાથે સાંજ સમાચાર ના એક્ઝિક્યુટિવ એડિટર કરણભાઈ શાહ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ૮ ઓકટોબરના રોજ અક્ષરધામ મંદિરનું ઉદઘાટન પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે થશે.

ત્યારબાદ અન્ય ક્યાં ક્યાં મંદિરો અન્ય દેશોમાં નિર્માણ થશે ? તેના જવાબમાં જણાવ્યું કે આગામી દિવસોમાં ઓસ્ટ્રિયાના સિડની, ફ્રાન્સના પેરિસ અને સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં મંદિર બનશે. ત્યારે ઇસ્લામિક દેશ આબુ ધબીમાં છેલ્લા ચાર વર્ષથી હિન્દુ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે અને તે આગામી ૧૪ ફેબ્રુઆરી,૨૦૨૪ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ખુલ્લું મુકાશે.

ન્યુ જર્સી : અમેરિકાના ન્યુજર્સીના રોબિન્સવિલેમાં આવેલ અક્ષરધામ બાપ્સ મંદિર વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર છે. મંદિરનું ઉદઘાટન ૮ ઓકટોબરના થશે. પરંતુ આ હજુ પ્રથમ તબક્કામાં થયું છે. અહી ૨૦૦૦ લોકો બેસી શકે તેવું સભાગૃહ પણ બનાવાયું છે. આ સાથે આગામી દિવસોમાં હિન્દુ મ્યુઝિયમ જ્યાં અજંતા ઈલોરા થી લઇ હિન્દી સંસ્કૃતિનું એક વિશાળ ત્રણ માળનું આધુનિક મ્યુઝિયમ બનશે. આ ઉપરાંત એક થીમ પાર્ક અને યુવા સેન્ટર પણ બનવા જઈ રહ્યું છે જેનું આગામી દિવસોમાં નિર્માણ કાર્ય શરૂ થશે.

અક્ષરધામ મહામંદિર ૨૫૫ ફુટ પહોળાઈ, ૩૪૫ ફૂટની લંબાઈ અને ૧૯૧ ફૂટની ઊંચાઈ ધરાવે છે
વર્ષ ૨૦૧૧માં બ્રહ્મસ્વરૂપ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે સંકુલનું કામ શરૂ થયું
૨૦૧૫માં અક્ષરધામ સંકુલના નિજમંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી
૨૦૧૫માં અક્ષરધામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું
૨૦૨૩ માં અક્ષરધામ મંદિરનું કાર્ય પૂર્ણ થયું

અમેરીકના ન્યુ જર્સીના રોબિન્સવિલેમાં ૧૮૫ એકર જમીનમાં સંકુલનું નિર્માણ
નોર્થ અમેરિકાના કુલ ૧૨૫૦૦ સ્વયંસેવકો દ્વારા નિર્માણ કાર્ય હાથ ધરાયું.
૧૦૦૦૦ જેટલા નાની મોટી પ્રતિમા
૫૪૮ પથ્થર નાં સ્થંભ તથા ૫૪૮ પથ્થરનાં બીમ
૧.૩ મિલિયન સ્ક્વેર ફુટ બાંધકામ એરિયા
પ્રથમ જ વખત કોઈ મંદિરમાં જ્યાં ભારત નાટ્યમના ૧૦૮ નૃત્ય ફોર્મની પ્રતિમા, ભારતીય શાસ્ત્રીય સંગીતના ૧૫૧ સાધનો પ્રતિમાના સ્વરૂપમાં રાખવામાં આવેલ છે
૧,૧૦,૦૦૦ ટન પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે
પરિક્રમા ૨૪૮૫ ફુટ લાંબી, ૧૫ ફુટ પહોળી અને ૪૨ ફુટ ઉંચી છે
પરિક્રમા પરિસરમાં ૫૪૦ પિલર છે

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની દીર્ઘદ્રષ્ટિ તથા સંકલ્પ અને પૂજ્ય મહેનત સ્વામીની પ્રેરણા થી આગામી ૮ તારીખે અમેરિકામાં વિશ્વનું બીજું સૌથી મોટું મંદિરનું નિર્માણ થયું છે. ત્યારે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય શ્રીજી સ્વામી, પૂજ્ય ભક્તિ સ્વામી, પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી, પૂજ્ય પ્રશાંત સ્વામી એમ પાંચ સંતોની વિશેષ માર્ગદર્શન હેઠળ આ મહા મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે.

ન્યુ જર્સી : બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમેરિકાના ન્યુજર્સીમાં વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. આ સંસ્થા દ્વારા ત્રીજું અક્ષરધામ મહા મંદિરનું નિર્માણ થયું છે.૧૯૯૨ માં ગુજરાતના ગાંધીનગર, ત્યારબાદ ૨૦૦૫ માં દિલ્હીમાં અને હવે ૨૦૨૩ માં અમેરિકાના ન્યુ જર્સીમાં મંદિર બન્યું છે. પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી જણાવે છે કે આ મંદિર પશ્ચિમી દેશોમાં સૌથી મોટું મંદિર છે અને આ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને સંકલ્પ હતો. સનાતન ધર્મના યુનિવર્સલ વેલ્યુ દ્વારા સૌ કોઈ પ્રેરિત થાય તેવું મંદિર બનવાનો સંકલ્પ હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button