ભારત

મમતાના મંત્રી DMK ના સાંસદ અને BRSના ધારાસભ્ય પર ED-ITના દરોડા

2024 સુધી હજુ ‘આવી’ અનેક ધરપકડ થશે: અરવિંદ કેજરીવાલ અમો ડરવા કે ઝુકવાવાળા નથી

દેશમાં ફરી એક વખત સક્રીય બનેલી કેન્દ્રીય એજન્સીઓએ શરુ કરેલા દરોડા રાજમાં ગઈકાલે શરાબ ગોટાળા કેસમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા તથા સાંસદ સંજયસિંહના નિવાસે દરોડા અને ધરપકડ બાદ આજે સવારથી તામિલનાડુ અને પશ્ચીમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટની ટીમોએ વિપક્ષી નેતાઓ પર દરોડા શરુ કર્યા છે.

જેમાં કોલકતામાં મમતા બેનરજીની સરકારના મંત્રી રશિત ઘોષના નિવાસે ઈડીની ટીમ પહોંચી હતી તથા તેમના નિવાસ-ઓફિસ સહિતના 13 સ્થળો પર હાલ કાર્યવાહી ચાલુ છે. પ.બંગાળમાં સરકારી નોકરીમાં થયેલા સંભવીત ભરતી ગોટાળામાં આ દરોડા પાડવામાં આવ્યા છે.

ઈડીનો આરોપ છે કે રશિત ઘોષ અને તેના સહયોગીઓએ નોકરીના બદલામાં લાંચ લીધી હતી. જો કે તેમાં હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. પ.બંગાળમાં આ પ્રકારે 1500 જેટલી ભરતીની તપાસ ઈડી કરી રહી છે.

આ ભારતીયની પ્રક્રિયામાં રશિત ઘોષ પણ ઉછળ્યું હતું. તથા તેમની ઓફિસમાં અગાઉની તપાસમાં મળેલા દસ્તાવેજોમાં વિવિધ લોકો સાથે નાણાકીય લેવડ દેવડ અંગેના દસ્તાવેજો મળ્યા હતા. બીજી તરફ ઈડીની ટીમ આજે તામિલનાડુ પણ પહોંચી છે. ડીએમકેના સાંસદ જગતરક્ષકાનના પરિવારોને ત્યાં આ દરોડા શરુ થયા છે. ત્રણ વર્ષ પુર્વે જ તેમની સામે કાર્યવાહી થઈ હતી અને તેમની રૂા.89 કરોડની સંપતિ જપ્ત થઈ હતી. આ પરિવાર-લકઝરી હોટલ- હોસ્પીટલ તથા શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે.

અગાઉ ડીએમકે સરકારના મંત્રી પર દરોડા બાદ તેઓ હાલ ઈડીની કસ્ટડીમાં છે અને હવે તેના સાંસદને પણ ઝપટમાં લેવાયા છે. આવકવેરાની ટીમ રાજયના શાસક બીઆરએસના ધારાસભ્ય મગનતી ગોપીનાથના નિવાસે પહોંચ્યા હતા અને તેમના વતન તેમજ હૈદરાબાદ ખાતે તપાસ શરુ કરી છે. આવકના સ્ત્રોત કરતા વધારે મિલ્કતનો કેસ તેની સામે દાખલ કરાયો છે.

આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ સામે શરાબ ગોટાળા કેસના એક આરોપી દિનેશ અરોડાને ઈડીએ સરકારી સાક્ષી બનાવીને આ કેસમાં સાંસદને સપડાવ્યા છે. ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ દિનેશ અને સંજયસિંહ વચ્ચે લેણદેણ થઈ હતી. દિનેશ અરોડાએ કરોડો રૂપિયા સંજયસિંહને આપ્યા હતા.

આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની ધરપકડ પર આકરો પ્રતિભાવ આપતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક આકરા પ્રતિભાવમાં જણાવ્યું કે વિપક્ષી એકતાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગભરાઈ ગયા છે અને તેની સરકારી એજન્સીઓનો ઉપયોગ શરુ થયો છે તથા 2024 પુર્વે આવી હજુ અનેક ધરપકડો થશે.

તેઓએ કહ્યું કે ધરપકડોથી અમોને ડરાવી કે ઝુકાવી શકાશે તેવી ગલતફેમીમાં મોદી રહે નહી. અમો ડરવાવાળા લોકો નથી. તમો સચ્ચાઈના માર્ગે ચાલતા હો તો આવી મુશ્કેલી આવશે જ પણ દેશમાં અદાલતો પાસે ન્યાય મળશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button