વર્લ્ડકપ ક્રિકેટનો રોમાંચક પ્રારંભ થઈ ચૂકયો છે. ત્યારે યજમાન ભારતનો પ્રથમ મુકાબલો આવતીકાલે ઓસ્ટ્રેલીયા સામે થશે
ઓસ્ટ્રેલીયા સામે ટકરાશે: ગીલના રમવા વિશેનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવાશે

વર્લ્ડકપ ક્રિકેટનો રોમાંચક પ્રારંભ થઈ ચૂકયો છે. ત્યારે યજમાન ભારતનો પ્રથમ મુકાબલો આવતીકાલે ઓસ્ટ્રેલીયા સામે થશે.વિશ્વ વિજેતા બનવા માટે સફરની વિજયી શરૂઆત કરતા ભારત સજજ છે. ઓપનર શુભમન ગીલના રમવા વિશેનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવાશે. વર્લ્ડકપનાં મેચ જુદા જુદા નવ શહેરોમાં રમવાના હોવાથી વ્યાપક પ્રવાસ વિશેના કપ્તાન રોહીત શર્માના વિધાનની વિપરીત કોચ રાહુલ દ્રવીડે કહ્યું કે, નવ શહેરોનાં ક્રિકેટ પ્રસંસકો સમક્ષ પોતાના કૌશલ્યને દેખાડવાની ભારતીય ખેલાડીઓને તક મળશે.આ એક ઉત્સવ બનશે અને દેશભરનાં ક્રિકેટ પ્રસંસકો માનીતા ખેલાડીઓને રૂબરૂ નિહાળી શકશે.
દ્રવીડે એમ કહ્યું કે, 9 નહિં પણ ભારતે નવ શહેરોમાં રમવા માટે જવુ પડશે અર્થાત સેમીફાઈનલ તથા ફાઈનલનાં મેચો પણ રમવાનો ટારગેટ છે અને તે યાદગાર છે. ફાઈનલ સુધી પહોંચવા અને વિશ્વ વિજેતા બનવાનો વિશ્વાસ છલકતો હોવાનું સ્પષ્ટ છે.
ભારતનાં કટ્ટર હરીફ પાકિસ્તાનને માત્ર પાંચ સ્થળોએ જ રમવાનું છે. એટલે ભારતનું શીડયુલ વધુ ટાઈટ છે. પાકિસ્તાનનાં મેચ હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગ્લોર, કોલકતા તથા અમદાવાદમાં જ રમવાના છે. સુરક્ષાનાં કારણોસર પાકિસ્તાનનાં મેચો મર્યાદિત મેદાનોમાં રાખવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ છે. ભારતના તમામ મેચો જુદા-જુદા મેદાનોમાં રમાનાર છે. આનો અર્થ એવો થાય છે કે ભારતીય ટીમોને એકપણ મેદાન પર વાતાવરણને અનુકુળ થવાની તક નહિં મળે.
ભારતનો પ્રથમ મેચ આવતીકાલે ઓસ્ટ્રેલીયા સામે છે. મેચ પૂર્વે જ ફૂલફોર્મમાં રહેલો ઓપનર શુભમન ગીલ ડેંગ્યુમાં સપડાયો હોવાથી રમી શકવા વિશે આશંકા છે.કોચ રાહુલ દ્રવીડે એમ જાહેર કર્યું હતું કે મેચ પૂર્વે જ ગીલના રમવા વિશે નિર્ણય લેવાશે.
તબીબો તેની આરોગ્ય સ્થિતિ પર સતત વોચ રાખી રહ્યા છે.આખરી નિર્ણય તબીબી રીપોર્ટનાં આધારે લેવાશે. જોકે, એક રીપોર્ટમાં એમ કહેવાયું છે કે, ગીલ રમી નહિં શકે અને ઓપનીંગમાં ઈશાન કિશનને તક અપાશે.