ગુજરાત
ભારત-પાક મેચ માટે ખાસ વંદેભારત ટ્રેન દોડાવાશે
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના પ્રેક્ષકોને માટે ખાસ સુવિધા

ભારત અને પાકિસ્તાન વચ્ચે તા.14 ઓકટોબરના અમદાવાદમાં રમાનાર વર્લ્ડકપ મેચનો જબરો ઉન્માદ છે અને દેશભરમાંથી આ માટે પ્રેક્ષકો અમદાવાદ આવશે તેવા સંકેત છે તે વચ્ચે મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા મહારાષ્ટ્રને અમદાવાદ સાથે જોડતી ખાસ વંદેભારત ટ્રેન દોડાવવામાં આવશે. એક તરફ આ મેચના કારણે વિમાની ટીકીટના ભાવ અત્યંત ઉંચા ગયા છે અને તેથી સામાન્ય વર્ગ માટે હવાઈ સફર અશકય બની રહી છે તેથી જ હવે રેલ્વેએ ભારત અને પાકના મેચ માટે ખાસ વંદેભારત ટ્રેન અમદાવાદના સાબરમતી સ્ટેડીયમ સુધી દોડાવશે.
અહીથી નરેન્દ્ર મોદી સ્ટેડીયમ અત્યંત નજીક છે અને મેચના સમય સાથે સાનુકુળ આ ટ્રેનનું શેડયુલ રખાશે અને તેથી આ રાજયોના પ્રેક્ષકો માટે હોટલ-ભાડા વગેરેની ચિંતા પણ દુર થશે. ટુંક સમયમાં જ તેના શેડયુલની જાહેરાત થશે.
Poll not found