સતાનું સેમીફાઈનલ મોદી ફેકટરના મસલ્સ ચકાસાશે કોંગ્રેસનું કદ મપાશે
ભાજપે મોદી ચહેરા પર જ ધારાસભા ચૂંટણીઓ લડવા ફરી જોખમ લીધુ હિન્દી બેલ્ટ હોવાની સફળતાની આશા: વર્તમાન સીએમને ઉમેદવાર બનાવ્યા પણ પોષ્ટર બોય નહી

આગામી વર્ષથી લોકસભા ચુંટણી પુર્વથી સેમીફાઈનલ કે પછી નેતૃત્વની કસોટી જેવી પાંચ રાજયોની વિધાનસભા ચુંટણીમાં હવે એક તરફ ભાજપે સ્પષ્ટ સંદેશ આપી દીધા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ પક્ષનો ચહેરો હશે અને વર્તમાન મુખ્યમંત્રીઓને ફરી ચુંટણી લડવા માટે ટિકીટ આપવામાં આવી છતાં પણ તેઓ પક્ષના ચહેરા નહી હોય.
આમ ભાજપના પોષ્ટર બોય તરીકે મોદીને જ રજુ કરી ભાજપ 2024નો સંદેશો પણ અકબંધ રાખવા માંગે છચે તો વિપક્ષમાં કોંગ્રેસ તેનું સર્વોચ્ચ સ્થાન મેળવવા માટે જે પ્રયાસ કરે છે તેમાં જો પાંચ રાજયોની ચુંટણીમાં કમસેકમ બે રાજયો જે તેના શાસન હેઠળ છે તે બચાવી શકે તો પણ ‘ઈન્ડીયા’ ગઠબંધનમાં કોંગ્રેસનું નેતૃત્વ આપોઆપ સ્વીકારાઈ જશે.
ભાજપે તેની પરંપરા મુજબ મુખ્યમંત્રીપદનો કોઈ ચહેરો જાહેર કર્યો નથી અને અગાઉ જ જાહેર કર્યુ હતું કે ચહેરો મોદી જ હશે પછી પક્ષના મુખ્યમંત્રી પણ જો ફરી ચુંટણી લડી રહ્યા હતો તો પણ તે હાવી થશે નહી જેની સામે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ અને તેલંગાણામાં વિપક્ષનો ચહેરો કોણ હશે તે નિશ્ચિત છે. ભાજપ ખુદ તેનો આત્મવિશ્વાસ જાળવી રાખવા માંગે છે જે 2024 માટે પણ જરૂરી છે.
મધ્યપ્રદેશમાં શિવરાજ ચૌહાણને ફરી ટિકીટ અપાઈ છે તેમાં રાજયમાં મહત્વનો ચહેરો હશે પણ ભવિષ્યના મુખ્યમંત્રીનો ચહેરો હશે કે કેમ તે સંદેશ જાય નહી તે પણ નિશ્ચિત કર્યુ છે. રાજસ્થાનમાં તો હજું વસુંધરા રાજેને ટિકીટ પણ નિશ્ચિત નથી. છતીસગઢમાં રમણસિંઘ ફરી ચુંટણી લડે છે પણ સીએમ ફેસ નહી ભાજપે આ ઉપરાંત રાજયના સ્તરે પણ સીનીયર અને કેન્દ્રના સ્તરે પણ જે તે રાજયનું પ્રતિનિધિત્વ કરતા સિનીયર્સને ટિકીટ આપી છે.
બીજી તરફ કોંગ્રેસ પક્ષ આ ચુંટણીમાં તેના શાસનના રાજયોમાં સતા પરત મળે તો પણ તેના માટે ખૂબજ મહત્વનું છે. ઈન્ડીયા ગઠબંધનમાં કોંગ્રેસને નેતૃત્વ જોઈએ છીએ અને કર્ણાટક, હિમાચલમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન બાદ તે આ માટે વધુ આગ્રહી છે અને તેથી જો આ રાજયોમાં કોંગ્રેસને 50% સફળતા મળે તો પણ તે ‘ઈન્ડીયા’ ગઠબંધનમાં તેનો હાથ ઉપર રાખવા વધુ જોર કરશે અને મમતા બેનરજી કે પછી ચંદ્રશેખર રાવને તે સ્વીકારવું પડશે.
1 વર્ષના ગાળામાં 6 રાજયોની ચુંટણીમાં 3માં સતાઓ પુન: વાપસીએ હાલની રાજકીય સ્થિતિમાં ખૂબજ સારુ પ્રદર્શન ગણાય છે. ભાજપ આ રાજયોમાં હારશે તો સ્થાનિક નેતૃત્વને જવાબદાર ગણાવશે અને મોદી ઈમેજ અકબંધ રહે તે જોવા માંગે છે આ પાંચ રાજયોમાં કુલ 83 લોકસભા બેઠક છે જેમાં 65 ભાજપ પાસે છે અને તે પણ ભાજપને ચિંતા છે.