ભારત માટે મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી શાહીદ લતિફની પાકિસ્તાનમાં હત્યા બાદ હવે વિદેશ નાસી ગયેલા ત્રાસવાદીઓ તથા ભારત વિરોધી કટ્ટરવાદીઓમાં જબરો ફફડાટ સર્જાયો છે અને હવે કોની હત્યા થશે તે અંગે પણ ખૌફ બની ગયો છે
ગઈકાલે પઠાણકોટ હુમલાના માસ્ટર માઈન્ડની હત્યા આતંકી સંગઠનોને ફટકો: જૈશના વડા હાફિસનો પુત્ર અને જમણો હાથ સમાન આતંકી બન્ને મર્યા

ભારત માટે મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી શાહીદ લતિફની પાકિસ્તાનમાં હત્યા બાદ હવે વિદેશ નાસી ગયેલા ત્રાસવાદીઓ તથા ભારત વિરોધી કટ્ટરવાદીઓમાં જબરો ફફડાટ સર્જાયો છે અને હવે કોની હત્યા થશે તે અંગે પણ ખૌફ બની ગયો છે. કેનેડા સ્થિત ખાલીસ્તાની ત્રાસવાદી હરદીપસિંહ નિજજરની હત્યાથી ભારત કેનેડા વચ્ચેના સંબંધોમાં તનાવ છે પણ ભારતે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે કેનેડાએ આતંકીઓને તથા ગેંગસ્ટર બન્નેને સાથે શરણ આપીને જે ભુલ કરી છે તેનું પરિણામ છે.
આ પ્રકારની હત્યામાં ભારતની કોઈ ભૂમિકા નથી તે પણ જણાવી દેવાયુ છે પણ આતંકીઓના નામે આંસુ વહાવનારાઓ ભારે દબાણ હેઠળ છે અને તેઓ હવે જે દેશમાં વસ્યા છે અથવા શરણ લઈ રહ્યા છે તે દેશની સરકારો પર દબાણ લાવી રહ્યા છે. હાલમાં જ વિદેશી ધરતી પર રહીને ભારત વિરોધી પ્રવૃતિ કરતા હતા તેમાં એક ડઝન જેટલા વોન્ટેડ માર્યા ગયા છે. જો કે તેઓ આંતરિક વિખવાદ કે ગેંગસ્ટર જેવી પ્રવૃતિમાં સામેલ હોવાથી તેઓનો આ અંત આવ્યો છે. ગઈકાલે પઠાણકોટ હુમલાનો માસ્ટર માઈન્ડ શાહીદ લતીફ પાકના પંજાબ પ્રાંતમાં વસી ગયો હતો.
જૈશ-એ-મોહમ્મદ પઠાણકોટ હુમલા બાદ તેને શરણ આપ્યું. ભારતમાં વોન્ટેડ હોવા છતાં પાક સરકારે તેને સાચવ્યા છે અને ત્યાંથી પણ ભારતમાં આતંકી મોકલતો હતો. પાકના કરાચીમાં થોડા દિવસ પુર્વે લશ્કરે તોયબા સાથે જોડાયેલા આતંકી કૌસર ફારૂકીની પણ હત્યા થઈ હતી તેને પણ એક મસ્જીદ બહાર ગોળીએ ઠાર ભરાયો હતો તો ભારતમાં સંસદ હુમલા સહિતના ત્રાસવાદી હુમલાનો આરોપી અને જૈશનો સરગતા હાફિસ સઈદનો પુત્ર કમાયુદીનનું અપહરણ-મોત રહસ્યમય રહ્યા છે તેનો જમાઈ નાસી છુટયો છે. વિદેશમાં આ ટાર્ગેટ કિલીંગમાં 16 જેટલા એવા ચહેરા માર્યા ગયા જે ભારતમાં વોન્ટેડ હતા અને નાસી છુટયા હતા.
કૈસર ફારૂકએ વોન્ટેડ ત્રાસવાદી હાફીસ સઈદનો ખાસ હતો અને તેને અને સઈદના પુત્ર વચ્ચે કંઈક વર્ચસ્વની લડાઈ હતી જેમાં તે બન્ને ખત્મ થયા તો કેનેડામાં હરદીપસિંહ નિજજરની કોઈ કડી ખુદ કેનેડીયન પોલીસ પણ શોધી શકી નથી અને ભારત પર દોષ મુકે છે. આ પાકિસ્તાનમાં ભારતીય વિમાની અપહરણના હાઈજેકર્સ મીસ્કી જહુર ઈબ્રાહીમ ઉર્ફે જાહીદ અમુદની હત્યાથી થઈ હતી તો બબાર ખાલસના આતંકી હરવિંદરસિંહ સંધુ ને 2022માં લાહીરવેજ ઠાર મરાયો. આમજીતસિંહ પેજવર 2023માં પાકમાં માર્યો ગયો તો અવતારસિંહ ખાંડાની હત્યા 2023માં બ્રિટનના બર્નીંગહામમાં થઈ હતી. આ આતંકીએ ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો હતો.



