ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદી વિઘ્નની શકયતા 14 થી 16 અમદાવાદ-ઉત્તરગુજરાતમાં વરસાદ થશે
નવરાત્રીના પ્રારંભિક 2-3 દિવસોમાં પણ વિક્ષેપ શકય: સૌરાષ્ટ્રમાં કોઈ સંભાવના નથી

નવરાત્રીના પર્વ આડે હવે માત્ર બેથી ત્રણ દિવસજ બાકી છે ત્યારે ખાસ કરીને અમદાવાદ અને ઉત્તરગુજરાતના અમૂક ભાગોમાં છુટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. તેવું આજરોજ રાજય હવામાન વિભાગના ડાયરેકટર ડો.મનોહમાં મોહંતી એ સાંજ સમાચાર સાથેની વાતચિત્ત દરમ્યાન જણાવેલ હતું. હવામાં ભેજ અને ગરમીના કારણે સર્જાતા લોકલ ફોર્મશન થકી આ વરસાદ પડી શકે છે.વધુમાં ડો.મોહંતીએ જણાવેલ હતું કે,તા.14 થી 16 દરમ્યાન સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શકયતા નહિવત છે. આજથી હજુ ત્રણ દિવસ માટે રાજયમાં સુકુ વાતાવરણ રહેશે.પરંતુ તા.14 થી 16 વચ્ચે નોર્થ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ તા.14 થી 16 વચ્ચે હળવા વરસાદની શકયતા દર્શાવાઈ છે.ત્યારે તા.14મીએ અમદાવાદ ખાતે યોજાનાર વર્લ્ડકંપની ભારત-પાકિસ્તાન ક્રિકેટ મુકાબલામાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે.
ભારત-પાકિસ્તાન મેચના દિવસે જ અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદની આગાહીને પગલે ક્રિકેટ ચાહકોમાં ચિંતાનું મોજાુ સર્જાયું છે. હવામાન વિભાગે જો કે, સ્પષ્ટ કર્યું છે કે કોઇ ભારે વરસાદ થાય તેમ નથી. માત્ર હળવો વરસાદ થઇ શકે છે. એટલે વરસાદથી મેચ રદ થાય તેવી ખાસ શક્યતા નથી. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ હળવો જ રહેશે. સૌરાષ્ટ્ર માટે આવી કોઇ આગાહી નથી અર્થાત સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા નથી.