મોદી-પુટીન મળશે! ડિપ્લોમેટીક ચેનલથી તારીખ નિશ્ચિત કરવા કવાયત
યુક્રેન બાદ હવે મધ્યપુર્વમાં મોરચો ખુલતા જ બન્ને રાષ્ટ્રવડાઓ વચ્ચે એક મુલાકાત શકય

યુક્રેન બાદ હવે ઈઝરાયેલ તથા ગાઝાપટ્ટીના આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ શરુ થયું છે અને તે પણ યુક્રેન યુદ્ધની માફક જ મહાસતામાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધની આસપાસ છે અને અમેરિકાએ તો સીધી રીતે તેના યુદ્ધજહાજો તથા લડાયક વિમાનો મોકલીને તે ઈઝરાયેલની સાથે છે તે સંદેશ આપી દીધો છે. યુક્રેન યુદ્ધમાં અમેરિકા સહિત પુરુ યુરોપ પણ યુક્રેનની મદદમાં છે તે સમયે જી.20 બેઠકમાં ભારત આગળનું ‘સ્કીપ’ કરનાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંચે એક શિખર બેઠક યોજાઈ શકે છે.
પુટીને તો ઈઝરાયેલ સામે સીધી રીતે જ પેલેસ્ટાઈન મુવમેન્ટને ટેકો આપ્યો છે અને આ સમસ્યામાં સમાધાનની પ્રક્રિયા પણ શરુ કરવા ખુદ મધ્યસ્થી બનવા તૈયારી કરી છે. જો કે જે રીતે પુટીન ખુદ યુક્રેન યુદ્ધમાં ફસાયા છે અને તેનો અંત નજરે ચડતો નથી. તેથી તેઓની મધ્યપુર્વમાં મધ્યસ્થી અમેરિકા કે ઈઝરાયેલ સ્વીકારશે નહી.
આ વર્ષે મોદી-પુટીન વચ્ચે બેઠક યોજવા ચક્રો ગતિમાન થયા છે. ભારતે જો કે હમાસના હુમલાને આતંકી કૃત્ય ગણાવ્યું છે છતાં પણ તે પેલેસ્ટાઈન મુવમેન્ટને ટેકો આપે છે. મોદી સરકારે તે મુદો હાથ બહાર આવે નહી તે કોશિશ કરી છે.
હવે જયારે રશિયાએ કટોકટીના સમયમાં સસ્તુ ક્રુડતેલ ભારતને આપ્યુ પછી બન્ને દેશો વચ્ચે વ્યાપાર વધી રહ્યા છે. જો કે ભારત યુક્રેન યુદ્ધમાં ફસાયેલા પુટીને બહું જોરશોરથી સન્માન આપવા માંગતુ નથી તે વચ્ચે રશિયન સમાચાર એજન્સી સ્પુતનિકે બન્ને રાષ્ટ્રવડાઓ વચ્ચે એક મુલાકાતની શકયતા નકારી નથી.



