જાણવા જેવું

રાજયમાં નાની ઉંમરે અચાનક હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે

આજકાલ લોકો 40 વર્ષની ઉંમરે અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. અગાઉ, મોટાભાગના લોકોને 60 વર્ષની ઉંમરે હૃદય રોગનું જોખમ હતું.

રાજયમાં નાની ઉંમરે અચાનક હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. રાજકોટમાં 33 વર્ષનાં રાજકુમાર આહુજાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ગીતગુજરી સોસાયટીમાં યુવક રહેતો હતો. રાત્રિના સમયે અચાનક યુવાન બેભાન થઈ ગયો હતો. બેભાન થયા બાદ તાત્કાલીક રાજુકમારને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલના ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.

આજકાલ લોકો 40 વર્ષની ઉંમરે અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. અગાઉ, મોટાભાગના લોકોને 60 વર્ષની ઉંમરે હૃદય રોગનું જોખમ હતું. તે જ સમયે, મોટાભાગના લોકો 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકનો શિકાર બને છે. પાછલા કેટલાક વર્ષોમાં, 40 વર્ષની વયના કલાકારોથી લઈને સામાન્ય લોકો સુધીના દરેક લોકો હાર્ટ એટેકનો શિકાર બન્યા છે. હૃદય સંબંધિત બિમારીઓને કારણે મોટાભાગના લોકો નાની ઉંમરમાં જ મૃત્યુ પામી રહ્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે લોકો 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.

ડોકટરો અને આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાં હૃદયરોગના હુમલાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. 20 વર્ષની ઉંમરના છોકરાઓ અને 30 વર્ષની મહિલાઓ પણ હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહી છે. હૃદયરોગના કારણે અનેક લોકો ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ રહ્યા છે. યુરોપિયનોની સરખામણીમાં ભારતીયો અકાળે હૃદયરોગના હુમલાથી પીડાય છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી અને ઊંઘની પેટર્ન માનવામાં આવે છે.

આજની પેઢી ઘણા તણાવમાં જીવી રહી છે. જેના કારણે તે નાની ઉંમરમાં જ ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી બીમારીઓનો સામનો કરી રહ્યો છે. જેના કારણે યુવા પેઢી દરરોજ હાર્ટ એટેકનો શિકાર બની રહી છે. જે બીમારીઓ 60 વર્ષની ઉંમરે થતી હતી તે 40 વર્ષની ઉંમરે થાય છે, આ ભારતીય સમાજનું કડવું સત્ય છે અને આપણે તેને સમયસર સુધારવાની જરૂર છે.

શક્ય તેટલા ફળો અને શાકભાજી ખાવાની ખાતરી કરો. જેથી તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે. આખા અનાજ અથવા બરછટ અનાજને તમારા આહારનો ભાગ બનાવો. તમારા આહારમાં શક્ય તેટલું પ્રોટીન લો અથવા છોડ આધારિત અથવા સી ફૂડ ખાઓ.

News Click 24

Poll not found

Related Articles

Back to top button