ભારત

વિખ્યાત ટ્રાઈડેંટ ગ્રુપ અને નારાયણદાસ ઝવેરી ઉપર ઈન્કમટેક્ષનાં દેશવ્યાપી દરોડાથી હડકંપ

યાર્ન, હોમ ટેક્ષટાઈલ, પેપર સ્ટેશનરી, કેમીકલ્સ અને અડેપ્ટિવ પાવરનાં ક્ષેત્રોમાં કામ કરતા પ્રખ્યાત ટ્રાઈડેંટ ગ્રુપ ઉપર ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ મોટા પાયે ત્રાટકયુ છે અને દેશભરમાં ગ્રુપનાં જુદા-જુદા સ્થળો ઉપર દરોડા પાડી કરચોરી અંગે તપાસણી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

યાર્ન, હોમ ટેક્ષટાઈલ, પેપર સ્ટેશનરી, કેમીકલ્સ અને અડેપ્ટિવ પાવરનાં ક્ષેત્રોમાં કામ કરતા પ્રખ્યાત ટ્રાઈડેંટ ગ્રુપ ઉપર ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ મોટા પાયે ત્રાટકયુ છે અને દેશભરમાં ગ્રુપનાં જુદા-જુદા સ્થળો ઉપર દરોડા પાડી કરચોરી અંગે તપાસણી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ટ્રાઈડેંટ ગ્રુપનાં દેશભરમાં આવેલા જુદા-જુદા ઠેકાણાઓ ઉપર ઈન્કમટેક્ષ એ દરોડા પાડયા છે. આ ગ્રુપની વિનિર્માણ સુવિધાઓ બુધની, મધ્યપ્રદેશ, બરનાલા, ધૌલા અને પંજાબમાં ઉપલબ્ધ છે.

આ ઉપરાંત વધુમાં મળતી વિગતો મુજબ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ વારાણસીમાં પણ ત્રાટકયુ છે અને અત્રે નારાયણદાસ શરાફા પેઢીનાં જુદા-જુદા સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આજે સવારથી વારાણસીમાં ઈન્કમટેક્ષની આ કાર્યવાહીથી હડકંપ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નારાયણદાસ શરાફાનાં દરેક સ્થળો ઉપર ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટએ દરોડા પાડયા છે અને શરાફાનાં ભેલપુર સ્થિત નિવાસી ઉપર પણ પોલીસની હાજરીમાં તપાસ હાથ ધરાઈ છે. આ દરોડાની કાર્યવાહી ગોલ્ડ વ્યવસાયમાં ટેક્ષ ચોરીનાં મામલે હાથ ધરવામાં આવી છે. ઈન્કમટેક્ષની લખનઉ અને બનારસની સંયુક્ત ટીમો દ્વારા આ તપાસ કાર્યવાહી ચાલી રહી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button