ગુજરાત
મોરબી પુલ દુર્ઘટના જયસુખ પટેલને વચગાળાની રાહત આપવા હાઈકોર્ટનો ઈન્કાર
27 ઓકટોબરે નિયમિત જામીન અરજીની સુનાવણી થશે

ગુજરાતભરમાં ખળભળાટ સર્જનારા મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપનીના માલીક જયસુખ પટેલને કોઈ કાનુની રાહત મળતી ન હોય તેમ હાઈકોર્ટે વચગાળા જામીનની અરજી સાંભળવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે 27 ઓકટોબરે જ નિયમિત જામીન અરજી સાંભળવાનું જાહેર કર્યુ હતું. મોરબી પુલ દુર્ઘટના વખતથી જયસુખ પટેલ જેમાં હોવાનું ઉલ્લેખનીય છે. તાજેતરમાં સીટના રિપોર્ટમાં પણ તેમને જવાબદાર ગણાવાયા હતા.
Poll not found