પાકિસ્તાની અભિનેત્રીએ ટીમ ઇન્ડિયાની હારની દુઆ કરી, જો ભારત હાર્યું તો બાંગ્લાદેશી ક્રિકેટરો સાથે ડિનર પર જશે
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ટીમ ઇન્ડિયા સામે બાંગ્લાદેશની ટીમ 19 ઓક્ટોબરે ટકરાશે. આ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માંટીમ ઇન્ડિયા સામે બાંગ્લાદેશની ટીમ 19 ઓક્ટોબરે ટકરાશે. આ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારીની એક ટ્વિટ વાયરલ થઈ છે. પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારીએ ટ્વિટમાં લખ્યું છે, જો બાંગ્લાદેશી ટીમ ભારતને હરાવશે તો તે ઢાકા જશે અને બાંગ્લાદેશના ક્રિકેટરો સાથે ડિનર કરશે. આ ટ્વિટ પાકિસ્તાની અભિનેત્રી ભારતીયોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. લોકો તેના વિશે જાણવા માંગે છે કે આ અભિનેત્રી કોણ છે, જે ભારતીય ટીમની હાર માટે દુઆ કરી રહી છે.
પાકિસ્તાની અભિનેત્રીની સોશિયલ મીડિયા પોસ્ટ્સ જોયા પછી, એક વાત સ્પષ્ટ થાય છે કે ક્રિકેટ ની ખૂબ જ ક્રેઝી છે. તે ઘણીવાર આવી ટ્વિટ કરતી જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 25.5K ફેન ફોલોઈંગ છે. સહેર નો જન્મ પાકિસ્તાનના હૈદરાબાદમાં થયો હતો. તે કોહાટ વિસ્તારના શિનવારી સમુદાયની છે. અભિનેત્રીએ વર્ષ 2014માં કોમેડી સીરીયલ શેર સવા શેરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2015 માં, તેણે કરાચીમાં એક શો પણ હોસ્ટ કર્યો હતો.
જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે સેહર શિનવારીએ આ પ્રકારનું ટ્વીટ કર્યું હોય. અગાઉ, 2022 T-20 વર્લ્ડ કપ દરમિયાન, પણ સેહર શિનવારી તેના ટ્વિટને કારણે ચર્ચામાં આવી હતી. તેણે કહ્યું હતું કે, જો ઝિમ્બાબ્વેની ટીમ ભારતને હરાવશે તો તે ઝિમ્બાબ્વેના છોકરા સાથે લગ્ન કરશે. સેહર શિનવારીએ શ્રીલંકા-ભારત મેચ દરમિયાન પણ આવુ ટ્વિટ કર્યું હતું.
સેહર શિનવારી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ટ્વીટ કર્યું હતું કે હું શરત લગાવું છું કે ગુજરાત ચૂંટણીમાં ભાજપની શરમજનક હાર થશે. જો આવું ન થાય, તો તમે જે ઇચ્છો તે મને કહેજો. ત્યારબાદ જ્યારે ભાજપ ચૂંટણી જીતી, ત્યારે ભારતીય છોકરાઓએ ટ્વિટર પર તેમની ખૂબ ટીકા કરી. તેણે ટ્વીટ કર્યું હતું કે જો ભારત T20 મેચમાં પાકિસ્તાનને હરાવશે તો તે હંમેશા માટે ટ્વિટર છોડી દેશે.