ભારત

શરદ પવારે સુપ્રીયાને હમાસ સાથે લડવા મોકલવા જોઈએ આસામના CMના વિધાનોથી વિવાદ

સરમાનું મૂળ ડીએનએ કોંગ્રેસનું જ છે તે ના ભુલે: સુપ્રીયા સુલે

ઝરાયેલ પર હમાસના ભીષણ હુમલા અંગે એનસીપીના વડા શરદ પવારના વિધાનો પર જબરો વિવાદ સર્જાયો છે તે સમયે આસામના મુખ્યમંત્રી હેમંતા બિશ્વા સરમાએ શરદ પવાર પર વ્યક્તિગત પ્રહાર કરતા કહ્યું કે પવાર સાહેબે તેના પુત્રી સુપ્રિયા સુલેને હમાસ નહી લડવા મોકલશે. જેઓ આકરો જવાબ આપતા સુપ્રીયાએ હેમંતા બિશ્વા સરમાને તેનું કોંગ્રેસનું કુળ યાદ અપાવતા કહ્યું કે મારુ અને સરમાનુ ડીએનએ એક જ છે. ભાજપ મહિલાઓનું અપમાન કરવાની એક તક પણ ચુકતો નથી અને સરમા ભાજપમાં ગયા પછી બદલાઈ ગયા છે. મિડીયાની સાથે વાતચીતમાં સુલેએ કહ્યું કે મને સરમાના કોઈ વિધાનથી કોઈ આશ્ચર્ય થાય છે. અમારા બન્નેનું ડીએનએ એક જ (કોંગ્રેસ કુળ) છે અને ભાજપ જે રીતે મહિલાઓનું અપમાન કરતુ આવ્યુ છે તેથી મને સરમાના વિધાનો પર કોઈ આશ્ચર્ય થતુ નથી. તેઓએ કહ્યું કે મને હેમંતા બિશ્વા સરમા પર ગર્વ છે.

કોંગ્રેસના ડીએનએનો વ્યક્તિ ભાજપનો મુખ્યમંત્રી છે પણ તેઓએ શરદ પવારના વિધાનોને સારી રીતે સાંભળવા જોઈએ. પવારે અગાઉ મુંબઈમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે ભારતના અનેક વડાપ્રધાનોએ પેલેસ્ટાઈનને મદદ કરી જ હતી. જો કે ભાજપના વરિષ્ઠ નેતા તથા કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતીન ગડકરીએ તેનો જવાબ આપતા કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાથી વધુ કશુ નથી તો એનસીપીના નેતા જીતેન્દ્ર અવહોદ પણ સરમા પર પ્રતિભાવમાં કહ્યું કે સરમાના દિમાગમાં ધિકકાર જ ભર્યા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button