IND vs NZ ની મેચમાં બન્યા 11 રેકોર્ડ આ મેચમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી
વિરાટ કોહલીના 95 રનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપમાં પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે.

વિરાટ કોહલીના 95 રનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપમાં પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. સતત પાંચમી જીત હાંસિલ કરીને ભારત પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. આ સાથે ભારતનું હવે સેમીફાઈનલમાં રમવું નિશ્ચિત છે. ભારતે મોહમ્મદ શમીની 5 વિકેટની મદદથી ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સને 50 ઓવરમાં 273 રન પર રોકી દીધી હતી. આ લક્ષ્યને હાંસલ કરવા માટે રોહિત શર્માએ ફરી એકવાર 46 રનની તોફાની ઇનિંગ રમી હતી. ભારતે બે ઓવર બાકી રહેતા 274 રન બનાવીને જીત મેળવી હતી. 5 વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
બીજો રેકોર્ડ ધર્મશાલા સ્ટેડિયમના સૌથી મોટા લક્ષ્યનો પીછો કરવાનો છે. વાસ્તવમાં આ મેચમાં કીવી ટીમે 274 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 48 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.
આ ભારતીય ટીમે ધર્મશાલા સ્ટેડિયમના સૌથી મોટા લક્ષ્યનો પીછો કરીને ઈતિહાસ રચ્યો છે. આ પહેલા 227 રનના સૌથી મોટા લક્ષ્યનો પીછો ધર્મશાલામાં કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2013માં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે આ લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ સામે 47.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.
વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત 5 વિકેટ ઝડપનાર ભારતીય
2 – મોહમ્મદ શમી 1 – કપિવ દેવ 1 – વેંકટેશ પ્રસાદ 1 – રોબિન સિંઘ 1 – આશિષ નેહરા 1 – યુવરાજ સિંહ
ગિલનો ઐતિહાસિક રેકોર્ડ, સૌથી ઝડપી 2 હજાર ODI રન (ઈનિંગ્સમાં)
38 – શુભમન ગિલ 40 – હાશિમ અમલા 45 – ઝહીર અબ્બાસ 45 – કેવિન પીટરસન 45 – બાબર આઝમ 45 – રાસી વેન ડર ડુસેન
કિવી બેટ્સમેન જેણે ભારત સામે વનડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો
145* – ટોમ લેથમ, ઓકલેન્ડ, 2022 140 – મિશેલ બ્રેસવેલ, હૈદરાબાદ, 2023 138 – ડેવોન કોનવે, ઈન્દોર, 2023 130 – ડેરેલ મિશેલ, ધર્મશાલા, 2023 120 – નાથન એસ્ટલ, રાજકોટ, 1999
ડેરેલ મિશેલ વિશ્વકપમાં ભારત સામે સદી ફટકારનાર બીજો કિવી બેટ્સમેન છે. આ પહેલા ગ્લેન ટર્નરે 1975માં માન્ચેસ્ટર મેચમાં ન્યૂઝીલેન્ડ માટે અણનમ 114 રન બનાવ્યા હતા.