વિશ્વ
પાકિસ્તાનના પુર્વ પીએમ ઈમરાનખાનને ઝટકો સિફર કેસમાં કોર્ટે દોષી ઠેરવ્યા
ઈમરાનખાન અને પુર્વ વિદેશમંત્રી કુરેશી સામે ગોપનીય દસ્તાવેજો લીક કરવાનો આરોપ હતો

પાકિસ્તાનના પુર્વ પીએમ ઈમરાનખાનને વિશેષ અદાલતે ઝટકો આપ્યો છે. સીફર (ગુપ્ત રાજદ્વારી કેબલ) કેસમાં ઈમરાનખાનને દોષી જાહેર કર્યો છે. આ મામલે ઈમરાનખાન ઉપરાંત પુર્વ વિદેશમંત્રી મહમદ કુરેશીને પણ દોષી ઠેરવ્યા છે. પાકિસ્તાનના પુર્વ પીએમ ઈમરાનખાનની આ વર્ષે ઓગષ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી.
ઈમરાનખાન પર આરોપ છે કે તેમણે વોશિંગ્ટન સ્થિત પાકિસ્તાનના દૂતાવાસ દ્વારા મોકલવામાં આવેલ એક ગુપ્ત રાજદ્વારી કેબલ (સિફર)ને લીક કર્યો હતો. દેશની ગોપનીયતા કાયદાનો ભંગ કરવાના આરોપમાં તેની પર કેસ દાખલ થયો હતો. ઈમરાનખાન ઉપરાંત પુર્વ વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીને પણ આ કેસમાં દોષી ઠેરવાયા છે. ઈમરાનખાને એ દસ્તાવેજોના ઉપયોગ એ બતાવવા કર્યો હતો કે તેમની સરકારને એક વિદેશી ષડયંત્ર અંતર્ગત તોડી પાડવામાં આવી હતી. આ કેસમાં ઈમરાન અને કુરેશીએ ખુદને નિર્દોષ ગણાવ્યા છે.
Poll not found